GujaratSaurashtra

જામનગર: રણજીતસાગર ડેમમાં નાહવા પડેલા 2 યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બીજો લાપતા

જામનગરના બે યુવકો રણજીતસાગર ડેમમાં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ ને જહેમત બાદ એક યુવકની લાશ મળી હતી. હજુ સીધી બીજા યુવાન લાપતા છે.

જામનગરમાં રહેતા રણછોડભાઇ ચૌહાણ અને જેકી મકવાણા રવિવાર ની રજા માણવા રણજીત સાગર ડેમ પર ફરવા ગયા હતા. બાદમાં તેઓ રણજીતસાગર ડેમમાં નાહવા પડ્યા હતા જો કે ત્યારબાદ બન્ને ડૂબી ગયા હતા અને લાપતા હતા. ડૂબવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.

ફાયર બ્રિગેડે મોટા પાયે તપાસ કરતા એક યુવાન નો મૃતદેહ મળીએ આવ્યો છે.આ યુવાનના પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે પણ બીજા યુવક નો મૃતદેહ હજુ મળ્યો નથી.

Back to top button