India

પૂર્વ પીએમ મનમોહન સિંહ કોરોના પોઝિટીવ, પીએમ મોદીએ કહ્યું કે…

દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે દેશ ના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મનમોહન સિંહને દિલ્હી એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના સત્તાવાર નિવેદનમાં આ માહિતી બહાર આવી છે.

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને કોરોના વાયરસ નો ચેપ લાગ્યો છે અને તેમને ગઈકાલે એઈમ્સ માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સિંઘને હળવો તાવ છે અને તપાસમાં કોરોના ની પુષ્ટિ થઇ છે. હાલ તેઓ ડોકટરો ની નજર હેઠળ છે.નોંધનીય છે કે પૂર્વ વડા પ્રધાને કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘની જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું કે આપણા પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહજી ની તંદુરસ્તી અને જલદીથી તેમની સ્વસ્થતાની શુભકામના.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય ઘણા નેતાઓએ પણ સિંહને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ગયા વર્ષે નવી દવાને કારણે પ્રતિક્રિયા અને તાવ આવ્યા બાદ સિંઘને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘણા દિવસો બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Back to top button