GujarathealthSouth GujaratSurat

યુવાનો ખાસ ધ્યાન રાખજો: સિવિલ કોરોના ના કુલ દર્દીના ૨૦ ટકા યુવાનો, 2-3 દિવસમાં ન્યુમોનિયા થઇ જાય છે

કોરોના ની પહેલી લહેરમાં ગયા વર્ષે વૃદ્ધો ને જ વધુ જોખમ હતું અને વૃદ્ધો જ વધુ સંક્મિત થઇ રહ્યા હતા. જયારે હવે તેનાથી તદ્દન ઉલટું થઇ ગયું છે. દેશ સહીત રાજ્યમાં કોરોના ની બીજી લહેર કહેર વર્તાવી રહી છે ત્યારે નવજાત,બાળકો સહીત યુવાનો પણ કોરોના ની ઝપેટમાં આવી રહ્યા છે. યુવાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો તેમાં જ 20% થી વધુ દર્દીઓ યુવાઓ છે. તેમની હાલત નાજુક છે. આવા દર્દીઓને ઓક્સિજન સપોર્ટ સાથે આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. સુરતમાં દરરોજ સિવિલમાં 70 થી 80 દર્દીઓ મરી રહ્યા છે. તેમાં 10 થી 15 યુવાનો પણ શામેલ છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

ડોકટરો કહે છે કે આ વખતે કોરોના ફક્ત બેથી ત્રણ દિવસમાં જ ફેફસા ને ચેપ લાગાડી દે છે. આ ન્યુમોનિયાનું કારણ બને છે. જ્યારે પ્રથમ લહેરમાં ન્યુમોનિયા થવામાં 5 થી 7 દિવસનો સમય લાગ્યો હતો. આવી સ્થિતિમાં યુવાનો કે જેઓ બહાર ભટકતા હોય છે અને કામ વિના જ બહાર જતા હોય છે તેમને સાવચેત રહેવું જોઈએ. આંકડા દર્શાવે છે કે આ વખતે કોરોના કોઈપણ વયના લોકોનો જીવ લઇ રહ્યો છે.

ગયા વર્ષે ૬૦ થી વધુ વર્ષની ઉંમર ના લોકો ને જીવ નું જોખમ વધુ હતું પણ અહાલ આપણે જોઈ રહ્યા છીએ કે નવજાત થી લઈને ૪૦-૪૫ વર્ષની ઉંમરના લોકો વધુ મરી રહ્યા છે.સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડો.અમીત ગામિતે જણાવ્યું હતું કે આ વખતે ન્યુમોનિયા ખૂબ ઝડપથી થઈ રહ્યો છે, ડાયાબિટીઝના લોકોમાં સૌથી ઝડપી ફેલાય છે. યુવાઓમાં ડાયાબિટીસ પણ છે, પરંતુ તે તે જાણતા નથી, તેથી ન્યુમોનિયા ઝડપથી અસર કરી જાય છે.

Back to top button