CrimeGujaratSouth GujaratSurat

સુરતમાં 16 વર્ષના પુત્ર એ પિતાની ચાકુ ના ઘા મારી હત્યા કરી, પિતા માતા ને મારતા હતા

સુરતના અમરોલીમાં 16 વર્ષીય સગીર પુત્રએ તેના નશાખોરપિતાને છરીના ઘા ઝીંકી દીધા હતા. પિતા દરરોજ દારૂ પીતો હતો અને ઘરમાં ઝઘડો કરીને પત્નીને માર મારતો હતો. આ રોજિંદા ઝઘડાથી ત્રાસીને પુત્રએ પિતાની હત્યા કરી હતી. પિતાની હત્યા કર્યા બાદ તેણે ઘરના કોઈને તેના વિશે જણાવ્યું ન હતું.

શનિવારે બનેલી ઘટના બાદ પુત્રએ પરિવારજનોને જણાવ્યું હતું કે મૃતક ગણેશ રાઠોડ દારૂ પીધા પછી ક્યાંક પડ્યો હતો, જેના કારણે તેના પેટમાં એક તીક્ષ્ણ વસ્તુ ઘુસી ગઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો, ત્યારબાદ મૃતકના પેટમાં છરી મારીને તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી હતી અને સામે આવ્યું કે પુત્ર એ જ પિતાની હત્યા કરી હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.જ્યારે આરોપીની માતાએ મૃત પતિ ગણેશને લોહીથી લથપથ જોયો, ત્યારે તેને લાગ્યું કે તે દારૂ પીધા પછી નીચે પડી ગયો છે અને કોઈ ધારદાર વસ્તુ વાગવાથી લોહી વહી રહ્યું છે. ત્યારબાદ તે તેને હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસ નોંધ્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી જ્યાં ડોકટરે જણાવ્યું હતું કે તેના પેટમાં અને ગળા પાસે ચાકુના અનેક ઘા હતા જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

Tags
Back to top button