AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં દોઢ વર્ષની પુત્રી ની હત્યા કરીને માતાએ ગળાફાંસો ખાઈ લીધો, પતિ સહિત 6 ની ધરપકડ

અમદાવાદમાં દહેજને લઈને થતા ઝઘડાઓને કારણે એક પરિવાર વિખેરાઈ ગયો. એક માતાએ દોઢ વર્ષની માસૂમ પુત્રીને ગળે ફાંસો આપીને પોતે પણ ગળાફાંસો કહીને આપઘાત કરી લીધો હતો. પોલીસે હત્યા અને આત્મહત્યા દુષ્પ્રેરણ ના બે અલગ અલગ ગુના નોંધ્યા છે અને મૃતકના સાસુ સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના માટે ઘર ના ઝઘડાઓ નું કારણ સામે આવ્યું છે. મૃતક નિમિષાએ સોમવારે રાત્રે તેના પરિવારને ફોન કરીને ઘરમાં થયેલા ઝઘડાની જાણકારી આપી હતી. આ પછી નીમિષાએ સવારે તેની પુત્રીની હત્યા કર્યા બાદ રૂમમાં જ પોતે પણ આપઘાત કરી લીધો હતો. જ્યારે ઘરના સભ્યોએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે બંનેના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી નિમિષાના પરિવારે જણાવ્યું હતું કે નિમિષાના લગ્ન ત્રણ વર્ષ પહેલા જિતેન્દ્ર સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી જ સાસરીયાઓએ દહેજ માટે નિમિષાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે નિમિષા થોડા મહિના માટે ઘરે આવી ગઈ હતી. આ પછી પતિ જીતેન્દ્ર તેને લઈ ગયો હતો.

નિમિષા તેના સાસરીયાના ઘરે પરત ફર્યાના થોડા દિવસો બાદ તેને ઓછો દહેજ લાવવાની વાતો કરીને ત્રાસ આપવામાં આવતો હતો.આને કારણે નિમિષાએ 2019 માં તેની સાસુ જેઠ-જેઠાણી અને પતિ-ભાભી સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી. જોકે સાસરાવાળાઓએ નિમિષાની માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો.

નિમિષાના ભાઈ હિતેશના જણાવ્યા મુજબ નિમિષાએ 2019 માં એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી તેને ફરીથી પરેશાન કરવામાં આવી રહી હતી. આને લીધે નિમિષા ઘણીવાર પિયર ઘરે આવતી હતી, પરંતુ તે આ ત્રાસથી તૂટી ગઈ હતી. આને કારણે તેણે આ પગલું ભર્યું હતું. નિમિષાના પરિવારે સાસરિયાઓ પર બંનેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

Back to top button