health

કોરોના મહામારી દરમિયાન ફળ અને ઠંડા પદાર્થો વધુ પડતાં ન ખાવા જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે,જાણો

સમગ્ર દેશમાં કોરોના મહામારીના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે,અને કોરોના કાળમાં લોકો કોરોનાથી બચવા જાત-જાતના ઘરેલુ ઉપચાર અપનાવે છે.આવામાં લોકો હવે ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર તરફ વધુ ધ્યાન દોરે છે.આવામાં ઘણી વખતે અમુક વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ફાયદાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને તો તમારા શરીરની રચના કેવી છે અને તેને આધારે દરેક વ્યક્તિએ ઘરેલુ નુસ્ખાઓ અપનાવવા જોઈએ.ઠંડા ખોરાક અને ઠંડા પીણા ન ખાવા જોઈએ-આ દરમિયાન સૌથી વધારે ભાર ઠંડા પીણા અને ઠંડા ખોરાક ન ખાવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.કોરોના મહામારીમાં ખાટા ફ્રૂટ્સ ખાવાનું લોકોએ વધારી દીધું છે.જો કે ફ્રૂટ્સ ખાવા સારી બાબત છે.

પરંતુ લોકો ઉનાળાની ગરમીમાં તેને ઠંડા કરીને ખાય છે તે નુકસાનકારક છે.કારણ કોરોના છે એટ્લે નહીં તો ઠંડા ચાલે.કારણ કે ઠંડા પદાર્થોને લીધે કફ થઈ જાય છે પછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તકલીફ વેઠવી પડે છે.હાલનાં સમયમાં ઠંડા પાણી,આઈસ્ક્રીમ,છાસ અને દહીં જેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.

કારણકે આ ઠંડા ફ્રૂટ્સ અને ઠંડી વસ્તુઓ ખાવાથી શરીરમાં કફ ઉત્પન્ન કરે છે ઠંડી વસ્તુઓને કારણે જામી જાય છે.અંતે તકલીફ વધી જાય છે.પછી તાવ,શરદી આ બધા નાના-નાના રોગોમાંથી એક મોટું સ્વરૂપ ધારણ કરે છે માટે કોરોના દરમિયાન સાવચેતીથી ખોરાક લેવો જોઈએ.

Back to top button