Corona VirusIndiaNews

કોરોના સંક્રમિત દર્દી રાતભર બૂમો પાડતો રહ્યો,જ્યારે સવારે ઘટના સ્થળે પહોચ્યા તો આવી ખરાબ હાલતમાં જોવા મળ્યો,

કોરોના વાયરસથી સમગ્ર દુનિયા બદલાઈ ગઈ છે.આ રોગચાળાએ લોકોના દિલ અને મગજ પર ઊંડી અસર કરી છે.ઝારખંડના ગઢવાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.જ્યાં કોવિડ સંક્રમિત વ્યક્તિએ હોસ્પિટલમાં ફાંસી ખાઇને આપઘાત કરી લીધો છે.આ ઘટનાથી સમગ્ર હોસ્પિટલના વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું છે.

પોલીસે મૃતદેહ લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને આ કેસની તપાસ શરૂ કરી છે.હોસ્પિટલના અન્ય કોવિડ દર્દીઓ કહે છે કે જ્યારે આ વ્યક્તિ 14 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો.ત્યારે બૂમો પાડતો રહ્યો હતો.રાત્રે પણ,અન્ય દર્દીઓને સૂવા દેતો ન હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્દીની રિકવરી પણ સારી હતી,પરંતુ તેણે અચાનક 18 એપ્રિલે અચાનક જ આત્મહત્યા કરી લીધી.

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે પરંતુ હજી સુધી મૃતકે આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો થયો નથી.આ ઘટનાથી હોસ્પિટલમાં હંગામો મચ્યો છે,જ્યારે એક સેનિટરી કામદાર સોમવારે સવારે વોર્ડમાં ગયો ત્યારે તેણે એક દર્દીને લટકતો જોયો.ત્યારબાદ તેની માહિતી હોસ્પિટલ મેનેજમેન્ટને આપવામાં આવી હતી.

બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી,મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.તે જ સમયે,આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.મૃતકના પરિવારજનો અને વોર્ડના અન્ય દર્દીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.ડોક્ટરોએ કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો હતો.

પરંતુ તે વોર્ડમાં ચીસો પાડતો હતો અને ઘણી વાર તેણે તેમને સમજાવ્યું કે જલ્દી જ તબિયત સારી થઈ જશે.પરંતુ અચાનક જ તેણે આત્મહત્યા કરી લીધી.

Back to top button