DelhiIndia

હોસ્પિટલોમાં ઓક્સિજન ખતમ: ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે જો સવાર સુધીમાં કેન્દ્ર સરકાર ઓક્સિજન નહી મોકલે તો દિલ્હીમાં હાહાકાર મચી જશે

દેશની રાજધાની દિલ્હી માં પણ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કોરોના દર્દીઓના જીવન પર એક સંકટ ઉભું થયું છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ફક્ત 4 કલાક ચાલે એટલો જ ઓક્સિજન બાકી છે, જ્યારે ૫૦૦ થી વધુ કોરોના દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર છે.

આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેટલીક હોસ્પિટલોમાં, ફક્ત થોડા કલાકોનો ઓક્સિજન બાકી છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક હાથ જોડીને દિલ્હીને ઓક્સિજન આપવામાં આવે.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી એ પણ કહ્યું કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં અમુક કલાક ચાલે એટલો જ ઓક્સિજન બાકી રહ્યો છે. અમે કેન્દ્ર સરકાર પાસે ઓક્સીજન ની માંગ કરી છે પણ હજી મળ્યો નથી. જો સવાર સુધીમાં ઓક્સીજન નહી મળે તો દિલ્હીમાં હાહાકાર મચી જશે.

Back to top button