GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth GujaratSurat

ગુજરાતમાં લોકડાઉન ની માંગ: ડોક્ટરો,વેપારીઓ લોકડાઉન નું કહે છે પણ સરકાર કેમ નથી માનતી ?

ગુજરાતમાં કોરોના બેકાબુ છે ત્યારે હોસ્પિટલો માં તમામ બેડ ફૂલ થઇ ગયા છે. સ્થિતિ ને જોતા શહેરના તબીબો અને ઉદ્યોગપતિઓ કહે છે કે લોકડાઉન થાય ત્યારે જ કોરોના નિયંત્રણમાં આવી શકશે. દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ડોકટરોની ચિંતા વધી ગઈ છે. તે કહે છે કે અમે કામ કરીને થાકી ગયા પણ લોકોને ફર્ક નથી પડતો.

લોકો કામ વગર બહાર ફરતા હોય છે. આવી સ્થિતિમા પરિસ્થિતિ ફક્ત વધુ કથળી રહી છે. સુરત મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.હિરલ શાહે જણાવ્યું હતું કે કોરોનાને ફક્ત લોકડાઉન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેવી જ રીતે સિવિલના તમામ તબીબો અને શહેરના અનેક ડોકટરો એસોસિએશને પણ લોકડાઉન ની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સુવિધાઓ વધશે પણ ડોકટરો ક્યાંથી લાવશો. હવે લોકડાઉન જરૂરી છે.

પહેલાં કાપડના વેપારીઓ વિક એન્ડ કર્ફ્યુ માટે પણ સહમત ન હતા, પરંતુ હવે તેઓ લોકડાઉન ની માંગ કરી રહ્યા છે. ફોસ્ટા એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે ફક્ત કાપડ ક્ષેત્રને બંધ રાખવાથી કોરોના નિયંત્રણમાં આવશે તે મુશ્કેલ છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એક અઠવાડિયા સુધી સમગ્ર શહેરમાં સંપૂર્ણ લોકડાઉન થવું જોઈએ. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ કોરોના નિયંત્રણમાં નથી આવી રહ્યો. કાપડ ક્ષેત્રે મોટી સંખ્યામાં લોકો પોઝીટીવ આવી રહ્યા છે. તેમને હોસ્પિટલો, દવાઓ અને ઇન્જેક્શન માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં સહાય કરો.

Back to top button