Corona VirusIndiaNews

કોરોનાથી દેશભરમાં ગંભીર હાલત: ઝારખંડમાં લોકડાઉન લાગુ, મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન નક્કી

દેશમાં કોરોના ની બીજી લહેર તબાહી મચાવી રહી છે. તાવ, ઉધરસ, શરદીથી લોકો ગભરાઈ ગયા છે અને તરત ટેસ્ટ કરાવવા દોડી જાય છે. રિપોર્ટ આવવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગે છે. હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નથી,ઓક્સીજન ઉલ્પબ્ધ નથી અને લોકો મરી રહ્યા છે.

ઝારખંડમાં કોરોના વાયરસના ચેપને કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન આવશ્યક વસ્તુઓ માટે છૂટ રહેશે. રાજ્ય સરકારે તેનું નામ ‘આરોગ્ય સુરક્ષા સપ્તાહ’ રાખ્યું છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું કે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ ની ચેઈન તોડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, રાજ્યમાં ‘આરોગ્ય સુરક્ષા સપ્તાહ’ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તે 22 એપ્રિલથી 6 એપ્રિલ સુધી યોજાશે.

ઝારખંડ સરકારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રની ચિહ્નિત કચેરીઓ સિવાયની તમામ ઓફિસો બંધ રહેશે અને જરૂરી કામ સિવાય કોઈ ઘરની બહાર નીકળશે નહીં. એક અઠવાડિયા સુધી આ લોકડાઉન અંગે સરકારે લીધેલા નિર્ણય અંગે માહિતી આપતાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું કે આરોગ્ય સુરક્ષા સપ્તાહ સમગ્ર ઝારખંડમાં 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ ને ચિંતિત ઉદ્ધવ ઠાકરે સરકારે કેબિનેટ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યની અંદર સંપૂર્ણ લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના પીડબ્લ્યુડી મંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે મુખ્યમંત્રી સંપૂર્ણ લોકડાઉન ની ઘોષણા કરશે, તે હવે જરૂરી બન્યું છે. ઓક્સિજનની અછત છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું, “અમે મુખ્ય પ્રધાનને રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કાલે સાંજે 8 વાગ્યાથી જાહેર કરવા વિનંતી કરી છે.

Back to top button