GujaratSouth GujaratSurat

સુરતમાં 4 મહિનાની ગર્ભવતી મહિલાએ 7 જ દિવસમાં કોરોના ને હરાવ્યો, આવી જ હિંમત દરેક લોકો રાખે

સ્મિમર હોસ્પિટલના ડોકટરોએ ચાર મહિનાની કોરોના પોઝીટીવ ગર્ભવતી સ્ત્રીની સારવાર કરી હતી. ખાનગી હોસ્પિટલે તેને સારવાર આપવાનો ઇનકાર કરતાં સ્મીમેર હોસ્પિટલ રિફર કરી હતી. મહિલાને બાઈપેપ પર 10 લિટર ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી. જરૂરિયાત મુજબ તેને રિમડેસિવીર પણ આપવામાં આવ્યું હતું.

તે પછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો. મળતી માહિતી મુજબ અલથાનમાં રહેતી શ્વેતા પટેલ ચાર મહિનાની ગર્ભવતી છે. થોડા દિવસો પહેલા તેણે શ્વસન સમસ્યાઓ સાથે કોરોનાના લક્ષણો દેખાયા હતા. સંબંધીઓએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી પણ ત્યાં સારવાર દ્વારા સ્વેતાની તબિયતમાં કોઈ સુધારો થયો નહી અને તેને સ્મીમેરમાં રીફર કરવામાં આવી હતી.

11 એપ્રિલે પરિવારે તેને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલમાં ખસેડી હતી. કોરોના વોર્ડમાં દાખલ થયા બાદ સારવાર શરૂ કરાઈ હતી. ઓક્સિજનનું લેવલ ઘટતાં તેને બે દિવસ બાઈપેપ પર મૂકવામાં આવી. બાદમાં તેણીને 10 લિટર ઓક્સિજન સપોર્ટ પર મુકવામાં આવી. તબિયતમાં ધીરે ધીરે સુધારો થયા બાદ 18 એપ્રિલના રોજ તેને રજા આપવામાં આવી હતી.

Back to top button