Corona VirusDelhiIndiaNews

હાઇકોર્ટે મોદી સરકાર ને કહ્યું: તેમ ભીખ માંગો,ઉધાર લો કે ચોરી કરો પણ ઓક્સિજન લઇ આવો, અમે દર્દીને મરતા નથી જોઈ શકતા

દિલ્હી હાઈકોર્ટે ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાયને તાત્કાલિક બંધ કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે. બુધવારે મેક્સ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવ માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્સિજન પરનો પ્રથમ અધિકાર દર્દીઓનો છે.

જસ્ટીસ વિપિન સંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે, દર્દીઓ માટે હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાયની ખાતરી કરવી એ કેન્દ્ર સરકારની જવાબદારી છે. આવી સ્થિતિમાં સરકાર આટલી બેદરકારી કેવી રીતે રાખી શકે? તમે ભીખ માગો, ઉધાર લો અથવા ચોરી કરો પણ ઓક્સિજન લાવો, અમે દર્દીઓને મરી જતા જોઈ શકતા નથી.

નાસિકમાં ઓક્સિજનના મોતનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે ઉદ્યોગો માટે ઓક્સિજન સપ્લાય કરવા માટે ઘણા દિવસો ચાલી શકે છે પરંતુ અહીંની વર્તમાન સ્થિતિ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે. જો ટાટા કંપની તેના ઓક્સિજન ક્વોટાને ડાઇવર્ટ કરી શકે છે, તો અન્ય લોકો કેમ કરી શકતા નથી?

ખંડપીઠે કેન્દ્ર સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે આવું કેવી રીતે બની શકે કે સરકાર ને જમીની હકીકત ખબર જ ન હોય? આપણે લોકોને મરવા માટે છોડી શકતા નથી. ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું કે તમે ઓક્સિજન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છો, એનું શું થયું? હાલમાં કટોકટીનો સમય છે. સરકારે સત્ય કહેવું જોઈએ.

મેક્સ હોસ્પિટલના વકીલ સંદીપ સેઠીએ કોર્ટને જણાવ્યું હતું કે મેક્સ હોસ્પિટલ, વૈશાલી અને ગુડગાંવની હોસ્પિટલોમાં માત્ર 8 કલાકનો ઓક્સિજન બાકી છે. કેન્દ્ર સરકાર વતી એસ.જી. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર ઓક્સિજન સપ્લાય કરવાનું કામ કરી રહી છે. ઓક્સિજન ટૂંક સમયમાં હોસ્પિટલમાં પહોંચશે.

Back to top button