health

લીવર ને સ્વસ્થ-મજબુત રાખવા માટે આહારમાં આ વસ્તુઓ આજથી જ સામેલ કરો

યકૃત/લીવર આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં થતા કોઈપણ નુકસાનની અસર આખા શરીર પર થઈ શકે છે. આજના સમયમાં ખરાબ જીવનશૈલીને લીધે આપણે ખાઈ ખાઈ ને પેટ તો ભરી લઈએ છીએ પણ તેની અસર લીવર પર પણ થાય છે.યકૃત તમારા શરીરના જમણા ભાગમાં હોય છે, તેનું મુખ્ય કામ પાચનતંત્રમાંથી નીકળતા લોહીને શરીરના બીજા ભાગમાં પહોચતા પહેલા ફિલ્ટર કરવાનું છે.

આ સિવાય યકૃત શરીરના ઝેરી પદાર્થો અને રસાયણોને ડિટોક્સિફાઇ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત યકૃત એક પ્રોટીન બનાવે છે જે લોહીના ગંઠાઈ જવા ઉપરાંત અન્ય કાર્યો માટે પણ જરૂરી છે. સિસ્ટમને કોઈપણ નુકસાન તમારા યકૃતને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક ખોરાક વિશે જાણીએ જેનું સેવન કરવાથી તમારું લીવર હંમેશાં સ્વસ્થ રહેશે.

ગ્રીન ટી: ગ્રીન ટીમાં મોટી માત્રામાં એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણ હોય છે. આ સિવાય તેમાં કેટેંચીસ નામના મહત્વપૂર્ણ પોલિફેનોલ પણ હોય છે જે ઝેરી પદાર્થોને યકૃતની બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે. તેથી વ્યક્તિએ દરરોજ 2 થી 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ.

બદામ: બદામમાં વિટામિન ઇ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે લીવરને ફેટી થવામાં રોકે છે. તે તમારા હૃદય માટે પણ સારું છે. તેથી તમારી અનુકુળતા અનુસાર દરરોજ તેનું સેવન કરો.

બ્રોકલી: લીલી શાકભાજી શરીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં વિટામિન અને ખનિજો ભરપૂર હોય છે. જે પોષક તત્ત્વોની ઉણપને પહોંચી વળવા તમારા શરીરમાં જાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા યકૃતને સ્વસ્થ રાખવા માંગતા હો, તો પછી તમે આહારમાં બ્રોકલીનો સમાવેશ કરી શકો છો.

પાણી: પાણી કરતાં કાંઈ સારું નથી હોતું. તે તમારું વજન પણ સરખું રાખે છે. દરરોજ વધારેમાં વધારે પાણી પીવાથી તમે સરળતાથી કેલરી બર્ન કરી શકો છો. ઉપરાં તે લીવરને ફેટીથી બચાવી શકે છે.

Back to top button