India

સલામ છે આ માણસ ને: લોકોની મદદ માટે પોતાની 22 લાખની SUV કર વેચી નાખી, 4000 લોકોને ઓક્સિજન સીલીન્ડર આપ્યા

એક તરફ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં દર્દીઓ ઓક્સિજનના અભાવથી પીડાઈ રહ્યા છે, બીજી તરફ મુંબઇના મલાડમાં રહેતા શાહનવાઝ શેખ લોકો માટે મસીહા બની ગયા છે. ‘ઓક્સિજન મેન’ તરીકે પ્રખ્યાત થઇ ગયેલા શેખ ફોન કોલ દ્વારા દર્દીઓને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે તેઓએ વોર રૂમ પણ તૈયાર કર્યો છે.

શાહનવાઝે લોકોની મદદ માટે થોડા દિવસો પહેલા પોતાની 22 લાખ રૂપિયાની એસયુવી કાર પણ વેચી દીધી હતી. તેના ફોર્ડ એન્ડેવરના વેચાણ પછી મળેલા પૈસાથી, શાહનવાઝે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે 160 ઓક્સિજન સિલિન્ડર ખરીધા હતા. શાહનવાઝે કહ્યું કે ગયા વર્ષે લોકોને મદદ કરતી વખતે પૈસા ખતમ થઇ ગયા હતા, ત્યારબાદ મેં મારી કાર વેચવાનું નક્કી કર્યું હતું.

શાહનવાજે જણાવ્યું હતું કે, ગયા વર્ષે સંક્રમણ ની શરૂઆતમાં ઓક્સિજનના અભાવને કારણે તેના મિત્ર ની પત્ની નું ઓટો રિક્ષામાં મૃત્યુ થયું હતું. જે બાદ તેણે નક્કી કર્યું કે હવે તે મુંબઇના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાયનું કામ કરશે. લોકોને સમયસર મદદ પૂરી પાડવા માટે, શાહનવાઝે એક હેલ્પલાઈન નંબર જાહેર કરીને યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું છે.

શાહનવાઝ કહે કે આ વખતે સ્થિતિ પહેલા જેવી નથી. જાન્યુઆરીમાં, જ્યાં ઓક્સિજન માટે 50 કોલ્સ હતા, આજે દરરોજ 500 થી 600 કોલ્સ આવે છે. આલમ એ છે કે હવે અમે ફક્ત 10 થી 20 ટકા લોકોને જ મદદ કરી શકીએ છીએ. શાહનવાજે જણાવ્યું કે હાલમાં તેની પાસે 200 ઓક્સિજન સિલિન્ડર છે. જેમાંથી 40 ભાડા પર લીધા છે. તેઓ પહેલા જરૂરિયાતમંદોને બોલાવે છે અને તેમને ઓક્સિજન લઈ જવા માટે કહે છે અને જે સિલિન્ડર સક્ષમ નથી તેમના ઘરે પહોંચાડવામાં આવે છે.

ટીમના સભ્યો દર્દીઓને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવે છે. ઉપયોગ કર્યા પછી મોટાભાગના દર્દીઓના સંબંધીઓ તેમના વોર રૂમમાં ખાલી સિલિન્ડર પહોંચાડે છે. શાહનવાઝના જણાવ્યા મુજબ, તેઓ ગયા વર્ષથી 4000 થી વધુ લોકો સુધી મદદ પહોચાડી ચુક્યા છે.

Back to top button