India

મહારાષ્ટ્રમાં કાલે રાત્રે ૮ વાગ્યાથી 1 મે સુધી લોકડાઉન

રાજ્યની ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ અનિયંત્રિત હોવાથી કડક નિર્ણય લીધો છે. આવતીકાલે રાત્રે ૮ વાગ્યાથી 1 મે સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ રહેશે. આ હુકમ 1 મે સુધી અમલમાં રહેશે. બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, તમામ સરકારી કચેરીઓ ફક્ત 15 ટકા કર્મચારીઓની હાજરીથી ચાલશે. તે અગાઉ 50 ટકા હતો.

સરકારના આદેશ મુજબ હવે લગ્ન સમારોહ માટે માત્ર બે કલાકની જ છૂટ આપવામાં આવશે. લગ્નમાં ફક્ત 25 જ લોકો ભાગ લઈ શકશે. આ નિયમનો ભંગ કરનારા લોકોને પચાસ હજારનો દંડ ભરવો પડશે. નવા પ્રતિબંધો મુજબ સરકારી બસ 50 ટકા ક્ષમતા પર દોડશે.ઉભા રહીને મુસાફરી પર પ્રતિબંધ લાગુ કરાયો. આ ઉપરાંત એક જિલ્લાથી બીજા જિલ્લામાં જતા વખતે ખાનગી બસોએ પહેલા સ્થાનિક ડીએમએને જાણ કરવાની રહેશે, તેમજ ખાનગી બસોની જવાબદારી રહેશે કે તેઓ મુસાફરો ને 14 દિવસની કવોરેન્ટાઇન સ્ટેમ્પ હાથમાં લગાવે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને અથવા ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે જેમ કે કોઈ બીમાર અથવા મૃત્યુ પામ્યું છે, ત્યારે જ આવવું અને જવું. જો કામ વગર બહાર પકડાયા તો 10 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય સ્થાનિક સેવા ફક્ત કટોકટી સેવાઓ માટે જ ચાલશે. ઉપરાંત બીજા જીલ્લામાં જવા માટે યોગ્ય કારણ જણાવવું પડશે.

મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોના વાયરસ કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. શહેરમાં સતત ત્રીજા દિવસે આઠ હજારથી ઓછા કેસ નોંધાયા છે. 21 એપ્રિલના રોજ મુંબઈમાં કોરોનાના 7684 કેસ નોંધાયા હતા.62 લોકો ના મોત થયા હતા.

Back to top button