IndiaNews

રોહિત શર્માને પણ લાગ્યો ફટકો,દિલ્હી સામેની મેચ હારી ગયા અને હવે દંડ પણ ફટકાર્યો,

મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLની 14 મી સીઝનની 13 મી મેચ નિરાશાજનક રહી હતી.ટીમ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ 6 વિકેટે હારી ગઈ હતી અને તે પછી કેપ્ટન રોહિત શર્માને દંડ ફટકારવામાં આવ્યો છે.તેમની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી.

IPL ને એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે,’મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને દંડ કરવામાં આવ્યો છે,કારણ કે તેમની ટીમ 20 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે ધીમી ઓવરમાં બોલિંગ કરી હતી.’નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,’આઈપીએલ આચાર સંહિતા હેઠળ લઘુત્તમ ઓવર સ્પીડ ગુના સંબંધિત આ ટીમનો સત્રનો પ્રથમ ગુનો છે,તેથી રોહિત પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.’

રોહિત આ સિઝનમાં ધીમી ઓવર સ્પીડ માટે દંડ ભરવાનો બીજો કેપ્ટન છે.આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટના પરાજય બાદ કહ્યું હતું કે સારી શરૂઆત બાદ તેની ટીમ મધ્ય ઓવરમાં વધુ સારી બેટિંગ કરી શકતી હતી,પરંતુ આમ કરવામાં નિષ્ફળ મુંબઈની આ બીજી હાર હતી.તે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે.

Back to top button