IndiaNews

આ શખ્સ કોવિડ વોર્ડમાં સંબંધી દર્દીને મળવા આવ્યો અને ગુસ્સામાં આવીને ડોક્ટર પર છરી વડે હુમલો કર્યો,

કોવિડ વોર્ડમાં દર્દીને મળવા આવેલા એક માણસનો ગુસ્સો એટલો તીવ્ર બની ગયો કે તે ઊંચા અવાજમાં ડોક્ટર સાથે વાત કરવા લાગ્યો.મામલો એટલો વધી ગયો કે દર્દીને મળવા આવેલા વ્યક્તિએ ડોક્ટર પર છરી વડે હુમલો કર્યો હતો.આ સનસનીખેજ મામલો મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાનો છે.

નાંદેડ જિલ્લાના મુખેડ શહેરની સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આરોપીના પરિજનની સારવાર ચાલી રહી હતી.આરોપી ભાઉસાહેબ ગાયકવાડ તેના સબંધીને મળવા ગયો હતો.ત્યાં તે ઊંચા અવાજમાં ડોક્ટર સાથે વાત કરી રહ્યો હતો.આને કારણે અન્ય દર્દીઓના સંબંધીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

પરિવાર અને આરોપી વચ્ચેના વિવાદને કારણે ડોક્ટર વચ્ચે પડ્યા હતા અને આરોપીએ છરી વડે ડોક્ટર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.આ કેસનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ મુખ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button