India

યુવકે કહ્યું ઓક્સિજન સીલીન્ડર નથી મળતું, મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે આવું બોલીશ તો 2 લાફા ખાઈશ

દમોહ લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવક મંત્રી પટેલને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા છે. આના પર મંત્રીએ તે યુવાનને કહ્યું, ‘પહેલા ભાષા બરાબર રાખજો, જો તમે આવું બોલશો તો બે થપ્પડ ખાશો.’ આ વાયરલ વીડિયો દામોહ જિલ્લા હોસ્પિટલના નિરીક્ષણ દરમિયાન જણાવાઈ રહ્યો છે.

બુધવારે કેન્દ્રીય મંત્રી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા દમોહ પહોંચ્યા હતા. વીડિયો ફૂટેજ મુજબ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ દમોહની જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે જ એક યુવાન તેમની પાસે પહોંચ્યો અને બોલ્યો- ‘માતા બીમાર છે. તેમને ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યા. એક કલાક થઈ ગયો. પણ મળ્યો નથી. યુવકની વાત સાંભળીને મંત્રી પટેલે કહ્યું- ‘પહેલા ભાષા સુધારો, જો તમે આવું બોલશો તો બે ખાશો’

મંત્રીનો જવાબ સાંભળીને તે યુવકે કહ્યું, “હા, અમે બે ખાઈશું.” મારી માટે પણ ખાવા માટે જ પડી છે. શું કરવું તે અમને કહો. 36 કલાકથી પરેશાન છીએ. જ્યારે ઓક્સિજન સિલિન્ડરમળ્યું તો ફક્ત પાંચ મિનિટ ચાલ્યું. જો તમે નહીં આપી શકો તો ના પાડો. સોશિયલ મીડિયા પર પ્રધાનનો વીડિયો વાયરલ થતાંની સાથે જ લોકો વીડિયો પર પ્રતિક્રિયા આપીને મંત્રીના વર્તનની નિંદા કરી રહ્યા છે.

Back to top button