GujaratSouth GujaratSurat

સુરતમાં કોરોના ના ડરથી વૃદ્ધે આપઘાત કરી લીધો, રસીના 2 ડોઝ લીધા છતાં મૃતદેહ કોરોના પોઝીટીવ

નાનપુરામાં એક વૃદ્ધે કોરોના ના ડરથી આત્મહત્યા કરી હતી. મંગળવારે તે તેના મિત્ર સાથે કોરોના રસીનો બીજો ડોઝ લઈ ઘરે આવ્યા હતા અને બાદમાં ગળાફાંસો ખાઈ લીધો થો. પરિવારના સભ્યોનું કહેવું છે કે કેરોના નો ચેપ લાગવાના ભયને કારણે મૃતક છેલ્લા ત્રણથી ચાર મહિનાથી માનસિક તણાવમાં હતા.

કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી મંગળવારે ઘરે આવ્યા બાદ તે ખૂબ જ બેચેન હતા. આત્મહત્યા કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં કોરોના ટેસ્ટ કરાયો હતો જે પોઝીટીવ આવ્યો હતો. આ ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે. મૃતક સીનીયર કલાર્કના પદ પરથી નિવૃત્ત થયા હતા.

નાનપુરામાં રહેતા 70 વર્ષિય હર કિશન ભાઈ ખલાસી તેના મિત્ર પૂર્વ કોર્પોરેટર વિજય માસ્ટર સાથે મંગળવારે કોરોના રસી લઈને ઘરે આવ્યા હતા. કોર્પોરેટર વિજય માસ્તરે જણાવ્યું કે બાદમાં તેમણે કિશનભાઇને ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો નહીં. આ પછી જ્યારે તે તેના ઘરે ગયો ત્યારે જાણવા મળ્યું કે તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.

મૃતકના જમાઇએ જણાવ્યું હતું કે તે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી કોરોના થવાનો ડર હતો, રસી લીધા પછી પણ તે જ ભયમાં હતા. હવે તેમની આત્મહત્યા પછી મૃતદેહ કોરોના પોઝીટીવ આવતા કોરોના પ્રોટોકોલ હેઠળ કિશનભાઇની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Back to top button