Ajab GajabIndiaNews

35 વર્ષ પછી ઘરમાં લક્ષ્મીનો અવતાર એવી નાની બાળકીનો જન્મ થયો,ખુશીમાં દાદાએ પાક વેચીને પૌત્રી માટે કર્યું આ જોરદાર કામ,

રાજસ્થાનમાં એક ખેડૂત પરિવારે ઘરમાં પુત્રીના જન્મ પછી અનોખી રીતે પુત્રીનું સ્વાગત કર્યું હતું અને તેણીને હેલિકોપ્ટર દ્વારા ઘરે લાવવામાં આવી હતી. પુત્રીનો જન્મ રાજ્યના નાગૌરમાં એક સામાન્ય ખેડૂત પરિવારના ઘરે 35 વર્ષ પછી બાળકીનો જન્મ થયો હતો.જેનો આનંદ સાથે આ પરિવારે અનોખી રીતે ઉજવણી કરી.મળતી માહિતી મુજબ 35 વર્ષ પછી મદન લાલ પ્રજાપતના ઘરે એક પુત્રીનો જન્મ થયો,જેનું નામ સિદ્ધિ રાખવામા આવ્યું છે.

પૌત્રી સિદ્ધિને જન્મ પછી હેલિકોપ્ટર દ્વારા ઘરે લાવવામાં આવી હતી.ગામના લોકોને જ્યારે હેલિકોપ્ટર આવતા હોવાની જાણ થઈ ત્યારે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને બધાએ હેલિકોપ્ટર આવવાની રાહ જોઇ હતી.ગામમાં હેલિપેડ નહોતું.તેથી સૌ પ્રથમ ફાર્મ પર હેલીપેડ બનાવવામાં આવ્યું હતું.

નાગૌર જિલ્લાના કુચેરા ક્ષેત્રના નિમ્બડી ચંદાવતા ગામમાં રહેતા મદન લાલ પ્રજાપતે આ માટે 10-12 દિવસ અગાઉથી તૈયારી શરૂ કરી દીધી હતી. હેલિપેડથી ઘર તરફ જતા માર્ગ પર ગામલોકોએ બાળકીના સમ્માનમાં પુષ્પો વરસાવ્યા હતા.પૌત્રીને આવકારવા દાદા મદનલાલે પોતાનો પાક વેચી દીધો અને 5 લાખ રૂપિયા ભેગા કરીને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી.

આ છોકરીનો જન્મ 3 માર્ચે તેના નનિહાલ હરસોલાવ ગામમાં થયો હતો. પુત્રીના પિતા હનુમાન પ્રજાપત અને પત્ની ચૂકા દેવી પુત્રીને તેમના નનિહાલને હેલિકોપ્ટરમાં લાવ્યા હતા અને દુર્ગાનવમી નિમિત્તે તેમના ઘરે પ્રવેશ કર્યો હતો. મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યે ચોપરમાં બેઠેલી તમામ નિમ્બડી ચંદાવતાની બાળકીની નનીહાલ હરસોલવા પહોચ્યા હતા.ત્યાંથી તે પુત્રી સાથે ઘર તરફ રવાના થયા.આવી જ રીતે બપોરે 2.15 વાગ્યે,પુત્રીને હેલિકોપ્ટર દ્વારા તેમના દાદાના ઘરે પહોંચ્યા.આ પછી,તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.દાદાના ઘરે પહોંચ્યા બાદ સિદ્ધિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમને બેન્ડ-બાજા સાથે ઘરની અંદર લાવવામાં આવી હતી.

Back to top button