Gujarat

જેમને સેવા જ કરવી છે એ ધર્મ કે કોરોના નહી જોતા: મુસ્લિમ વૃદ્ધ જમીન પર પડી ગયા તો 3 હિંદુ યુવકો એ છાતી પર પમ્પિંગ કરીને જીવ બચાવ્યો

કોરોના મહામારી દરમિયાન નકારાત્મક સમાચારોના પૂરમાં પણ માનવતા છલકાઈ રહી છે.ભુજ શહેરમાં આજે શુક્રવારે સવારે દસ વાગ્યે મુસ્લિમ વૃદ્ધ ડાયાલીસીસ કરાવ્યા બાદ સ્કૂટર ઉપર એકલા ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન તે અચાનક બેહોશ થઈને નીચે પડી ગયા હતા.

વૃદ્ધ વ્યક્તિ વાહનમાંથી નીચે પડી જવાનો અવાજ સાંભળીને મંદિરથી પરત ફરી રહેલા બે-ત્રણ યુવકો તેની તરફ દોડી આવ્યા હતા અને એક યુવકે તરત જ વૃદ્ધને છાતી પર પમ્પિંગ શરૂ કર્યું હતું, જેના કારણે તે શ્વાસ લેતા થયા હતા. બીજો એક યુવાન નજીકથી પાણી લાવ્યો અને તેના ચહેરા પર છાંટ્યું હતું. તે જ સમયે ત્રીજા યુવકે તેના ખિસ્સાની તપાસ કરી તેનું ઓળખકાર્ડ અને મોબાઈલ કાઢી પરિવારજનો સાથે સંપર્ક સાધ્યો હતો અને તેને સ્થળ ઉપર બોલાવ્યા હતા.

દરમિયાન અન્ય લોકોએ 108 એમ્બ્યુલન્સ ને કોલ કરી દીધો હતો. સદભાગ્યે વૃદ્ધ સ્વસ્થ થયા હતા. જો કે એમ્બ્યુલન્સ કોરોનામાં વ્યસ્ત હોવાથી સ્થળ પરના લોકો એ તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં એક કલાક લાગ્યો અને તેઓએ તેમની પ્રાથમિક સારવાર મેળવી અને તેમનો જીવ બચાવ્યો. પરિવારજનો પણ પહોચી ગયા હતા.

Back to top button