India

18 લોકોથી ભરેલી વાન ગંગા નદીમાં ખાબકી, 9 ના મૃતદેહ મળ્યા, બાકીના લાપતા

બિહારમાં આજે સવારે દાનાપુરમાં ગંગા નદીમાં પિકઅપ વાન ખાબકીહતી. તેમાં 18 લોકો સવાર હતા. ત્રણ બાળકો સહિત 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. 2 લોકો તરીને બહાર નીકળી ગયા હતા. બાકીના 7 ની શોધખોળ ચાલુ છે. બધા લોકો સંબંધીઓ છે જે દિયારાના અખિલપુરમાં તિલક સમારોહમાં ભાગ લીધા પછી દાનાપુર પરત ફરી રહ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપ વાન બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોએ બોટની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન થયા. બાદમાં તંત્ર ના જેસીબીની મદદથી વાહન કાઢવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ડૂબી ગયેલા લોકોની શોધમાં એસડીઆરએફની ટીમને પણ કામે લગાવાયી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં, સ્થાનિક તરવૈયાઓ લોકોને શોધવા લાગી ગયા હતા.

Back to top button