Corona VirushealthIndiaNews

કોરોના ના ઈલાજ માટે મળી દવા: Zydus ની Virafin ને ઈમરજન્સી ઉપયોગ માટે અપાઈ મંજુરી

દેશમાં કોરોના ની બીજી લહેરમાં દર્દીઓ ઓક્સીજન અને રેમડેસીવીર ઇન્જેક્શન ને લઈને પરેશાન થઇ રહ્યા છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે. ભારતને કોરોના વાયરસની સારવાર માટે બીજી દવા મળી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ શુક્રવારે ઝાયડસ કેડિલા દ્વારા દવા બનાવેલી વિરાફિન નામની દવા ને ઈમરજંસી ઉઓયોગ માટે મંજુરી આપી છે. આ દવા કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓમાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

કંપનીનો દાવો છે કે વીરાફેઇન ખાધા પછી સાત દિવસમાં આરટી-પીસીઆર પરીક્ષણ નેગેટીવ આવે છે. આ અજમાયશ દરમિયાન 91.15 ટકા દર્દીઓમાં જોવા મળ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ કોવિડ-19 સારવાર માટે તેની હેપેટાઇટિસ ડ્રગ પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા -2 બી (વેરીફિન)નો ઉપયોગ કરવા માટે ડીસીજીઆઈ પાસેથી મંજૂરી માંગી હતી.

ઝાયડસ દાવો કરે છે કે પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા 2 બી (વેરીફિન) દવા 18 વર્ષથી વધુ ઉંમરના હળવા લક્ષણોવાળા દર્દીઓમાં અસરકારક સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા મુજબ 91.15 ટકા સુધી ડ્રગનું સારું પરિણામ મળ્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલના તબક્કા 3 માં કોવિડ 19 ની સારવારમાં આ ડ્રગના સારા પરિણામો આવ્યા છે. કંપની પેગીહિપ નામથી આ દવા વેચે છે.

કંપનીના જણાવ્યા અનુસાર વચગાળાના પરિણામો સૂચવે છે કે આ દવા રોગના પ્રારંભમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે દર્દીઓ ની હાલત ઝડપથી સુધારવામાં મદદ કરી શકે છે. ઉપરાંત રોગના એડવાન્સ તબક્કામાં થતી ગંભીર અસરો ટાળી શકાય છે. કોરોનામાં પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા -2 બીની એક માત્રા આપવામાં આવે છે, તે દર્દીઓ માટે સસ્તી અને ઓછી બોજારૂપ સાબિત થશે.

Back to top button