India

મુંબઈમાં લોકડાઉન દરિમયાન એક યુવકે કહ્યું ગર્લફ્રેન્ડ ને મળવું છે, મુંબઈ પોલીસે આપ્યો જોરદાર જવાબ

કોરોનાના કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, ત્યાં મુંબઈનું જીવન પણ થંભી ગયું છે. ફરવાની તો વાત દુર લોકો ઓફીસ પણ નથી જઈ શકતા. આવી સ્થિતિમાં કોઈ છોકરાને તેની ગર્લફ્રેન્ડની યાદ આવી ત્યારે તેણે મુંબઈ પોલીસને ટ્વિટ કરીને મળવાની મંજૂરી માંગી. આવી સ્થિતિમાં લોકોએ અને મુંબઈ પોલીસે તેને જવાબ આપ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇ પોલીસ સ્ટીકરો અને પાસ દ્વારા જરૂરી કામ કરતા લોકોને બહાર નીકળવાની મંજૂરી આપી રહી છે. એટલે કે જો તમારી પાસે આવશ્યક કાર્ય છે, તો પછી જો તમે સ્ટીકર લો અથવા પાસ લો તો તમને રસ્તામાં અટકાવવામાં આવશે નહીં.

આવામાં અશ્વિન વિનોદ નામના યુવકને તેની ગર્લફ્રેન્ડને મળ્યા ના ઘણા દિવસો થયા હતા. તેણે મુંબઈ પોલીસને મેન્શન કરીને ટ્વીટ કર્યું હતું કે મારે મારી ગર્લફ્રેન્ડને મળવા જવું હોય તો મારે કયા સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ. રીટવીટ કરતા મુંબઇ પોલીસે અશ્વિનને કહ્યું – અમને ખબર છે કે તે તમારા માટે જરૂરી છે પરંતુ તે જરૂરી સેવાઓમાં આવતું નથી. અંતર એ એવી વસ્તુ છે જે સંબંધોને મજબૂત બનાવે છે. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, આ ફક્ત એક તબક્કો છે.

મુંબઈ પોલીસના આ શાનદાર પ્રતિસાદની પ્રશંસામાં સોશ્યલ મીડિયા પર કમેન્ટ્સ નું પુર આવી ગયું છે. લોકો મુંબઈ પોલીસના સંયમ અને જવાબ થી ખુશ છે. એટલું જ નહીં આ રીપ્લાય ને લોકો ખુબ જ શેર કરી રહ્યા છે.

Back to top button