healthIndiaInternational

સરકારે જર્મની થી 23 ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ મંગાવ્યા, હવાઈ માર્ગે પહોચશે ભારત

સંરક્ષણ મંત્રાલયે હવાઈ માર્ગે 23 ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ જર્મનીથી લાવવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે અધિકારીઓએ આ માહિતી આપી હતી. મંત્રાલયે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ઘણા રાજ્યોમાં તબીબી ઓક્સિજનની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 40 લિટર ઓક્સિજન અને 2400 લિટર ઓક્સિજન પ્રતિ કલાક ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

તેમણે કહ્યું કે આગળના પગલા તરીકે સંરક્ષણ મંત્રાલયે 238 ડોકટરોની સેવા 31 ડિસેમ્બર સુધીમાં વધારવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ જણાવ્યું હતું કે, જર્મનીથી લાવવામાં આવનારા પ્લાન્ટ કોવિડ -19 ના દર્દીઓની સારવાર લેતી સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (એએફએમએસ) ની હોસ્પિટલોમાં સ્થાપવામાં આવશે.

મંત્રાલય નો આ નિર્ણય ત્યારે લેવાયો છે જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રોગચાળાને પગલે તબીબી માળખાગત સુવિધામાં સુધારો લાવવાના હેતુથી ત્રણેય સેવાઓ અને અન્ય સંરક્ષણ એજન્સીઓને જરૂરી ખરીદી માટે કટોકટી નાણાકીય અધિકારીઓ આપવાની જાહેરાત કરી હતી.

Back to top button