India

બેદરકારી: રસ્તે જતી શબવાહીની માંથી કોરોના મૃતક નો મૃતદેહ નીચે પડી ગયો

મધ્યપ્રદેશના વિદિશા મેડિકલ કોલેજમાં કોરોના મૃતકની લાશ અંગે બેદરકારી સામે આવી છે. રસ્તા પર દોડતી શબવાહિનીમાંથી મૃતદેહ નીચે પડ્યો હતો. લોકોએ જોયું કે ભારે અવાજ સાથે મૃતદેહ જમીન પર પટકાયો હતો. આ પછી ફરીથી મૃતદેહ ને શબવાહિનીમાં મુકાયો અને અંતિમસંસ્કાર માટે લઇ જવાયો હતો.

મળતી માહિતી મુજબ વાહનમાં ફક્ત બે મૃતદેહો રાખી શકાય છે, પરંતુ તેમાં ત્રણ મૃતદેહો રાખવામાં આવ્યા હતા. તેઓ સ્ટ્રેચર્સ પર હતા. જ્યારે શબવાહિની ની સ્પીડ વધી તો અંદર સ્ટ્રેચર દરવાજા સાથે અથડાયા હતા અને તેમાંથી મૃતદેહ નીચે પડ્યો હતો. દરવાજો પણ મૃતદેહ સાથે નીચે પટકાયો હતો.

આ વાહન મધ્યપ્રદેશ રક્ત સહાય સમિતિનું હતું, જે વિદિશા મેડિકલ કોલેજ સાથે જોડાયેલું છે અને તે ખૂબ જ જૂનું છે. જ્યારે કેટલાક લોકોએ મૃતદેહ નીચે પડતો જોયો ત્યારે ડ્રાઇવર ને બુમ પાડીને રોક્યો હતો. ત્યારબાદ મૃતદેહને ફરીથી વાહનમાં મુકવામાં આવ્યો હતો.વિદિશામાં અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજની બેદરકારી અગાઉ પણ સામે આવી હતી.

13 એપ્રિલના રોજ કોરોના શંકાસ્પદ દર્દીને બે વાર મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોને ડેથ સર્ટિફિકેટ પણ અપાયું હતું. પરિવારના કેટલાક સભ્યો સ્મશાનસ્થાન પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી. મૃતદેહો પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા, મેડિકલ કોલેજ તરફથી ફોન આવ્યો કે દર્દી હજી જીવંત છે.

Back to top button