CrimeGujaratSouth GujaratSurat

સુરત: બુટલેગરે કહ્યું માસી આજે મારો જન્મદિવસ છે આશીર્વાદ નહી આપો ? મહિલાએ ના પાડી તો બુટલેગરે ગોળી મારી દીધી

ગોડાદરામાં 38 વર્ષીય મહિલાને તેના જન્મદિવસ પ્રસંગે આશીર્વાદ ન આપવા બદલ અજાણ્યા શખ્સે ગોળી મારી હતી. ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર રીતે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાના પરિવારે રામુ ગોસ્વામી નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

ગોડાદરાના રાધે કૃષ્ણ મંદિર નજીક મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતી 30 વર્ષીય સુશીલા આહિરેએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યે તે ઘરની બહાર કચરો ફેંકવા માટે આવી હતી. તે બહાર આવતાની સાથે જ તેણે જોયું કે તેની જેઠાણી સંગીતા પણ કચરો ફેંકી ત્યાં આવી હતી.

આ પછી બંને રસ્તાની બાજુની બેંચ પર વાત કરવા લાગ્યા, થોડી વારમાં ફરિયાદીની પુત્રી નેહા અને તેની પુત્રીની પુત્રી રિયા પણ ત્યાં બેસી ગઈ હતી. આ દરમિયાન આરોપી રામુ ગોસ્વામી હાથમાં બંદૂક લઈને મહારાણા પ્રતાપ ચોકની બાજુમાંથી આવી રહ્યો હતો.આરોપી રામુએ સંગીતાને કહ્યું હતું કે માસી આજે મારો જન્મદિવસ છે, મને આશીર્વાદ નહી આપો? જેના પર સંગીતાએ કહ્યું કે તે તેમને ઓળખતી નથી, તો તે તેની સાથે કેમ વાત કરે છે.

રામુ આ વાતથી ગુસ્સે થયો અને તેણે સંગીતાને ગોળી મારી દીધી. ગોળી નાક પર વાગતા જ તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી.ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં ભેગા થઇ જતા આરોપી બહ્ગી ગયો હતો. બાદમાં લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને સંગીતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

Back to top button