Corona VirusIndiaNews

8 જ દિવસમાં એક ઘરના 4 લોકોના કોરોનાથી મોત, મહિલા વધી અને તેની હાલત પણ ગંભીર

કોરોનાની બીજી લહેરને કારણે દેશમાં મોતની સંખ્યા હવે ભયાનક બની રહી છે. હવે આખો પરિવાર જ કોરોના ની ઝપેટમાં આવી રહ્યો છે. પુણેમાં એક પરિવારના 4 સભ્યોનું ૮ જ દવિસમાં કોરોના ને કારણે મોત થયું છે. જેમાં માતાપિતા અને તેમના બે પુત્રો શામેલ છે. મોટા ભાઇ ને પહેલા ચેપ લાગ્યો હતો અને આ પછી તેની તબીયત બગડી હતી. મોટા દીકરાનો ચેપ તેના માતાપિતા સુધી પહોંચ્યો અને ત્યારબાદ નાના ભાઈ અને પત્નીને પણ ચેપ લાગ્યો. એક પછી એક પત્ની બધા મૃત્યુ પામ્યા.

બધા પૂનાના હપ્સાર વિસ્તારમાં એક છત નીચે રહેતા હતા. મૃતકોમાં લક્ષ્મણ, સુમન, શ્યામસુંદર અને વિજય કોચેકરનો સમાવેશ થાય છે. કોઈ એક હોસ્પિટલમાં જગ્યાના અભાવે પાંચેયની સારવાર જુદી જુદી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી હતી. ધીરે ધીરે દરેકની હાલત નાજુક બની ગઈ અને આખરે એક મહિલા સિવાય આખું કુટુંબ વેરવિખેર થઇ ગયું.

ડોકટરોના જણાવ્યા અનુસાર સુમન કોચેકરનું પ્રથમ 16 એપ્રિલના રોજ મોત થયું હતું. આ પછી તેના પતિ લક્ષ્મણનું અવસાન થયું. 22 એપ્રિલના રોજ શ્યામસુંદર અને ફરી શુક્રવારે વિજય નું પણ મોત થયું. શ્યામસુંદરની પત્ની પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેના ફેફસામાં પણ વધુ ચેપ લાગ્યો છે.

Back to top button