Corona VirusDelhiIndiaNews

આ કોરોના ની લહેર નહી સુનામી છે, ઓક્સિજન સપ્લાય રોકવાવાળા ને અમે લટકાવી દઈશું: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે “જો કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક વહીવટનો કોઈ પણ અધિકારી ઓક્સિજનના પુરવઠામાં અડચણ ઉભી કરશે તો અમે તે વ્યક્તિને ફાંસી આપીશું.” કોર્ટે આ કોરોના લહેર ને સુનામી નહીં ગણાવી હતી. ઉપરોક્ત ટિપ્પણીઓ મહારાજા અગ્રસેન હોસ્પિટલની અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે આપી હતી. ગંભીર રીતે બીમાર કોવિડ દર્દીઓ માટે ઓક્સિજનના અભાવ અંગે હોસ્પિટલે હાઇકોર્ટમાં અરજી કરી છે.

કોર્ટે દિલ્હી સરકારને એ કહેવા પૂછ્યું કે ઓક્સિજનના સપ્લાયમાં કોણ અવરોધ ઉભો કરે છે અને કહ્યું કે અમે તે વ્યક્તિને ફાંસી આપીશું. ખંડપીઠે કહ્યું કે, અમે કોઈને છોડીશું નહી. કોર્ટે દિલ્હી સરકારને સ્થાનિક વહીવટના આવા અધિકારીઓ વિશે પણ કેન્દ્રને જાણ કરવા જણાવ્યું હતું જેથી તે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે.

હાઈ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે કોવિડ -19 ની બીજી લહેર મે મહિનામાં ચરમસીમાએ પહોચશે તેની તૈયારીઓ શું છે. કોવિડ -19 ના વધતા જતા કેસો પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આપણે તેને લહેર કહી રહ્યા છીએ પરંતુ તે ખરેખર સુનામી છે.

કોરોના વાયરસના કેસમાં વધારો થતાં દિલ્હી ની અનેક હોસ્પિટલો શનિવારે પણ ઓક્સિજનની ઉણપ સામે લડતી જોવા મળી હતી. કેસોમાં સતત વધારો થતાં શહેરના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ ખૂબ જ વધી ગયું છે. અધિકારીઓએ કહ્યું કે ઓક્સિજનની કટોકટી વચ્ચે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં 20 અત્યંત ગંભીર દર્દીઓનું રાતોરાત મોત નીપજ્યું હતું.

Back to top button