GujaratRajkotSaurashtra

જેતપુરમાં 3 જ દિવસમાં માતા-પિતા,પુત્ર અને પૌત્ર નું કોરોનાથી મોત, હવે ઘરમાં એક જ મહિલા રહી અને તે પણ..

કોરોનાએ ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે ત્યારે અનેક દુખદ સમાચારો આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે મૃત્યુઆંક વધી રહ્યો છે.રાજકોટના જેતપુરમાં એક જ પરિવાર ના 4 સભ્યોએ કોરોના ના કારણે જીવ ગુમાવ્યો છે.ઘરમાં હવે એક જ મહિલા છે તે પણ કોરોના સંક્ર્મીત છે અને સારવાર હેઠળ છે. જેતપુર ના જેતલસર ગામમાં કોરોનાએ પરિવાર વેરવિખેર કરી નાખતા લોકો પણ શોકમાં છે.

ચાર દિવસ પહેલા જેતલસર ગામે રહેતા રાજેશ પરસોતમભાઇ અગ્રાવત ની તબિયત થોડી બગડી હતી જેથી તેમણે પોતાનો અને પુત્ર નો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો.બાદમાં તેમણે ઘરે જ દવા લીધી હતી. 19 એપ્રિલે રાજેશભાઇની તબિયત વધુ ખરાબ થતા તેમને જુનાગઢ ની સરકારી હોસ્પીટલમાં ગયા હતા. હોસ્પીટલમાં વેન્ટીલેટર પર રખાયા બાદ ગણતરીના કલાકમાં જ તેમનું મોત થઇ ગયું હતું.

વાત આટલે જ ન અટકી અને ઘરનાબીજા સભ્યો ની પણ તબિયત બગડી.મૃતક રાજેશભાઈ ની દીકરી પોરબંદર સાસરે છે ત્યાં જ ઘરના સભ્યો ને સારવાર આપવાનું નક્કી થયું જેથી બધા ત્યાં જતા રહ્યા અને ઘરે જ આઈસોલેટ થયા હતા. 21 એપ્રિલે પુત્ર ઓમની તબિયત લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ગણતરીના કલાકમાં જ તેનું પણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો.

પુત્ર અને પૌત્ર નું મોત થતા દાદા-દાદી ની તબિયત પણ બગડી. દાદી મંગળાબેન નું થોડી જ વારમાં મોત થઇ ગયું અને દોઢ કલાકમાં જ દાદા પરસોતમભાઈ નું પણ મોત થયું. પરિવાર માં બધાનો જીવ ગયા બાદ હવે મૃતક રાજેશભાઈ નાં પત્ની પણ ભાંગી પડ્યા હતા અને તેઓ પણ હાલ સારવાર હેઠળ છે.

Back to top button