BusinessIndiaNews

લોકડાઉનના કારણે 1.5 લાખ કરોડ GDP માં નુકસાન થઈ શકે છે ! જાણો સમગ્ર માહિતી,

કોરોનાની બીજી લહેરને કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન થવાને કારણે દેશના કુલ ઘરેલુ ઉત્પાદનને આશરે 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.તેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો હિસ્સો આશરે 80 ટકા રહેશે.એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

એસબીઆઈ રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,’હાલના લોકડાઉનથી વિવિધ રાજ્યોમાં થનારા સંભવિત નુકસાનમાં એકલા મહારાષ્ટ્રનો જ હિસ્સો 54 % થઈ શકે છે.’SBI રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,’અત્યારે અમારો અંદાજ છે કે મહારાષ્ટ્રમાં જ આશરે 82,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે,જો આગળ અંકુશ વધુ કડક બને તો નિશ્ચિતરૂપે વધુ વધારો થઈ શકે છે.

બીજી તરફ મધ્યપ્રદેશમાં આશરે 21,712 કરોડ રૂપિયા અને રાજસ્થાનમાં લગભગ 17,237 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.નોંધપાત્ર વાત એ છે કે કોરોનાના નોંધાયેલા કેસોને જોતા મહારાષ્ટ્ર અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં કેટલાક દિવસોથી લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રમાં વીકએન્ડમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ લાગ્યું છે.

એ જ રીતે,મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં,અનેક પ્રકારનાં અંકુશ મૂકવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના 15 જિલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.રાજસ્થાનમાં 3 મે સુધી લોકડાઉન છે.SBI રિસર્ચને કોવિડ 19 ની બીજી લહેરમાં જારી અંકુશના કારણે નાણાકીય વર્ષ 2021-22માં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 10.4 ટકા કર્યો છે.અગાઉ પહેલા 11 ટકાનો વૃદ્ધિદરનો અંદાજ લગાવ્યો હતો.

Back to top button