Corona VirusIndiaNews

ઓક્સિજનની મારામારી વચ્ચે ઓક્સિજનની ટેન્કર જ ગુમ થઈ ગઈ,ઘટના જાણીને જ દંગ રહી જશો,

દેશ હાલમાં કોરોના મહામારીના ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર અછત છે.ઓક્સિજનના અભાવને કારણે ઘણા કોરોના સંક્રમિત દર્દીઓનાં મોત નીપજ્યાં છે,ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે.વહેલી તકે દેશની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે અને હવે આ કાર્યમાં એરફોર્સ પણ જોડવામાં આવી છે.

ઓક્સિજનથી ભરેલા ટેન્કર જરૂરીયાતમંદ સ્થળોએ પરિવહન કરવામાં આવી રહ્યા છે.આ જ ક્રમમાં,પ્રવાહી ઓક્સિજનનું વહન કરતું ટેન્કર ગુમ થયું હતું.આ ટેન્કર હરિયાણાના પાણીપતથી સિરસા જઈ રહ્યુ હતું.ટેન્કર ગાયબ થયા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ટેન્કરની શોધખોળ હાથ ધરી છે.

પાણીપત પોલીસે જણાવ્યું કે,જિલ્લા ડ્રગ કંટ્રોલરની ફરિયાદના આધારે શુક્રવારે કેસ નોંધવામાં આવ્યો છે.બુધવારે પાણીપત પ્લાન્ટમાંથી પ્રવાહી ઓક્સિજન ભરાયા બાદ ટેન્કરને સિરસા માટે રવાના કરાયું હતું પરંતુ તે તેના લક્ષ્ય સુધી પહોંચ્યું ન હતું.આ માહિતી પાણીપતનાં મતલૌડા સ્ટેશન હાઉસ ઓફિસર મનજિત સિંહે આપી છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા ચેપને લીધે,તબીબી ઓક્સિજનની વિશાળ માંગ છે,જેના કારણે ઘણી હોસ્પિટલોમાં તેની અછત છે.આ પહેલા હરિયાણાના મંત્રી અનિલ વિજે બુધવારે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજન વહન કરતું એક ટેન્કર,જે પાનીપતથી ફરીદાબાદ જઇ રહ્યું હતું,દિલ્હી સરકાર દ્વારા ‘લૂંટી લેવાયું હતું’જ્યારે તેમના વિસ્તારમાંથી નીકળી રહ્યું હતું.

Back to top button