IndiaUP

બોકારો થી 30000 લીટર ઓક્સિજન લઈને લખનૌ પહોચી “ઓક્સિજન એક્સપ્રેસ” ટ્રેન

આજે શનિવારે સવારે લગભગ 6.30 વાગ્યે રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ લખનૌના ચારબાગ રેલ્વે સ્ટેશન પહોંચી હતી. સત્તાવાર માહિતી અનુસાર શુક્રવારે બપોરે બોકારોથી નીકળી ઓક્સિજન એક્સપ્રેસ 30,000 લિટર લીક્વીડ તબીબી ઓક્સિજન લઈને લખનઉ નીકળી હતી. અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થાએ શનિવારે જણાવ્યું કે ઓક્સિજન એક્સપ્રેસ મેડિકલ ઓક્સિજનના બે ટેન્કર સાથે સવારે સાડા છ વાગ્યે લખનૌ પહોંચી. દરેક ટેન્કર 15,000 લિટરની ક્ષમતા ધરાવે છે.

મળતી માહિતી મુજબ, બોકારોથી ઓક્સિજન એક્સપ્રેસ 3 ટેન્કર લઈને નીકળી હતી.અવસ્થીએ કહ્યું કે આ ઓક્સિજનને કારણે આજે લખનઉની અડધી માંગ પૂરી થશે અને દર્દીઓને રાહત મળશે. આજે શનિવારે રેલવેની બીજી ઓક્સિજન એક્સપ્રેસ ચાર ખાલી ટેન્કર સાથે સવારે સાડા 5 વાગ્યે બોકરોથી લખનઉ જવા રવાના થઈ હતી.

બુધવારે રેલ્વેએ કહ્યું હતું કે રાજ્ય સરકારની વિનંતી મળ્યા પછી તે ઉત્તર પ્રદેશમાં પોતાની બીજી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવશે. ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનના અભાવને જોતા રાજ્ય સરકાર અનેક મોરચે કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે “યુપી માટે ઓક્સિજન મોનિટરિંગ સિસ્ટમ” નામના ડિજિટલ પ્લેટફોર્મનું ઉદઘાટન કર્યું હતું. સત્તાવાર માહિતી અનુસાર, રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 ના વર્તમાન સંકટ સમયગાળામાં ઉત્પન્ન થતી ઓક્સિજનની સમસ્યાનો સામનો કરવા માટે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

Back to top button