India

દારૂ ની લતમાં ગયો જીવ: મજૂરો એ સેનેટાઈઝર પી લીધું, 7 ના મોત

વિદર્ભ ના યાવતમાલ જીલ્લામાં 8 લોકોએ દારૂ ની તરસમાં સેનેટાઈઝર પી લીધું હતું. જે બાદ તેની તબિયત લથડતાં આજે શનિવારે બપોરે તેમાંથી 7 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ગણેશ શેલર, સુનીલ દેંગેલે, દત્ત લંજેવાર, નૂતન પાટણકર, સંતોષ મેહેર, વિજય બાવણે અને સાતમા મૃતકની ઓળખ થઈ શકી નથી.

રાજ્યમાં લોકડાઉન થવાને કારણે શરાબની દુકાનો બંધ છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે મોડી રાત્રે યાવતમાલના વણી ગામના 8 ગામ લોકો એક સાથે બેઠા હતા અને સેનિટાઇઝર પીધું હતું. રાત્રે દરેકની તબિયત લથડતી હતી. આ પછી પરિવાર તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ૭ લોકોનું મોત થયું હતું અને એકની હાલત ગંભીર છે.

વણી પોલીસ મથકના અધિકારી વૈભવ જાધવે કહ્યું કે બધા મૃત્યુ પામેલા લોકો મજૂર હતા. દારુ ન મળતા તેમણે સેનેટાઈઝર પી લીધું હતું.3 મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું, જ્યારે બાકીના 4 ના સંબંધીઓએ અધિકારીઓને જાણ કર્યા વિના અંતિમ વિધિ કરી હતી. ડીએમ આ કેસ અંગે તપાસના આદેશ આપ્યા છે.

Back to top button