BjpGujaratSouth GujaratSurat

સુરત: ભાજપના પૂર્વ કોર્પોરેટર નો પુત્ર એક્સપાયરી ડેટ વાળા રેમડેસીવીર ઇન્જેક્શન વેચતા ઝડપાયો

કોરોના વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે એ દરમિયાન કેટલાક લોકો આનો પણ લાભ ઉઠાવી રહ્યા છે. સુરત શહેરમાંથી કોરોના દર્દીઓના જીવન બચાવતા રેમડેસીવીર ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ કરવાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શન વેચતા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર સહિત બે યુવાનોની ધરપકડ કરી છે.

ચેપગ્રસ્ત કોરોના દર્દીને ઇન્જેક્શન આપતી વખતે ડોકટરે એક્સપાયરી ડેટ તરફ જોયું અને દર્દીના પરિવારના સભ્યોને કહ્યું હતું. પુછપરછ દરમિયાન પરિવારે જણાવ્યું હતું કે તેણે આ ઈંજેક્શન દિવ્યેશ પટેલ પાસેથી 7000 રૂપિયામાં ખરીદ્યું હતું. આ પછી ક્રાઈમ બ્રાંચને જાણ કરવામાં આવી હતી. આ કેસમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર સાધના પટેલના પુત્ર દિવ્યેશ પટેલ અને તેના એક સાથીની અટકાયત કરવામાં આવી હતી. આ ઈંજેક્શન દિવ્યેશ પટેલે 7,000 રૂપિયામાં વેચ્યું હતું.

ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં આરોપી દિવ્યશે જણાવ્યું હતું કે તેણે ગત વર્ષે કેપી સિંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ વિશાલ અવસ્થી પાસેથી રેમેડિસીવરના કેટલાક ઇન્જેક્શન ખરીદ્યા હતા. આરોપીનું કહેવું છે કે તેણે એક જ ઈન્જેક્શન વેચ્યું છે અને દર્દીના સબંધીને પણ કહ્યું હતું કે તેની પાસે એક્સપાયરી ડેટનાં ઇન્જેક્શન છે.

જો કે ક્રાઇમ બ્રાંચને શંકા છે કે આરોપી તેના બચાવમાં આવા નિવેદનો આપી રહ્યો છે. હાલમાં બંને આરોપીઓની વધુ પુછપરછ રેમેડિસિવર ઇંજેકશનના બ્લેક માર્કેટિંગ અંગે કરવામાં આવી રહી છે. તેમજ મેડિકલ સ્ટોર વિભાગના વડા વિશાલ અવસ્થીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Back to top button