Corona VirusGujaratIndiaNews

ભારતમાં કોરોના નું તાંડવ: એક જ દિવસમાં સાડા ત્રણ લાખ કેસ નોંધાયા,2761 લોકોના મોત

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. શનિવારે રેકોર્ડબ્રેક 3 લાખ 48 હજાર 979 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધુ છે. સતત ચોથા દિવસે ભારતમાં ૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. ગઈકાલે એક દિવસમાં 2 લાખ 15 હજાર 803 લોકો સાજા પણ થયા.

મૃત્યુઆંકની વાત કરીએ તો પાછલા દિવસે દેશમાં કોરોનાને કારણે 2761 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જ્યાં 676 લોકો મૃત્યુ પામ્યા હતા. બીજી બાજુ દિલ્હીમાં પણ 357 લોકોનાં મોત થયાં. દેશમાં સક્રિય કેસની સંખ્યા 26 લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં 26 લાખ 74 હજાર 287 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે તેમાં 1 લાખ 30 હજાર 199 નો વધારો થયો છે.

ગુજરાતમાં પણ કોરોના નો કહેર યથાવત છે.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ડોકટરોની સલાહને પગલે તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પટેલ બે દિવસ માટે ગૃહમંત્રી અમિત શાહ સાથે અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા. તે આજે પણ એક ઉદ્ઘાટન સમારોહમાં શાહ સાથે હાજર રહ્યા હતા.ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ ત્યાં હાજર હતા.

Back to top button