Corona VirusIndiaMaharashtra

મહારાષ્ટ્રમાં લોકડાઉન ની પણ કોઈ અસર ન થઇ: એક જ દિવસમાં નોંધાયા કોરોના ના 66000 કેસ,832 ના મોત

મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી પણ કોરોના વાયરસ નિયંત્રણ બહાર છે. રવિવારે રાજ્યમાં કોરોના વાયરસના 66,191 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને 832 દર્દીઓના મોત થયા છે. જો કે 24 કલાકમાં 61,450 દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 6,98,354 સક્રિય કેસ છે જ્યારે કુલ 35,30,060 લોકો અત્યારસુધીમાં સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 82.19% રીકવરી દર છે. વિભાગે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 64,760 લોકોનાં મોત નીપજ્યાં છે.

રવિવારે પૂણેમાં કોરોના ના 10,193 નવા કેસ નોંધાયા હતા અને 139 દર્દીઓનાં મોત નીપજ્યાં.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7,93,186 કેસો નોંધાયા છે અને 12,306 લોકો મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર 45 વર્ષથી ઓછી વયના પુખ્ત નાગરિકોને કોરોના ની રસી મફતમાં અપાવવા માટે વૈશ્વિક ટેન્ડર લેશે.

Tags
Back to top button