Corona VirusGujaratIndiaMaharashtraNews

કોરોના ની ભયાનક સ્થિતિ વર્ણવતા ડોકટર રડી પડ્યા, વિડીયો જોઇને લોકો પણ ભાવુક થયા જુઓ

કોરોનાની ભયાનક પરિસ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે હોસ્પિટલોમાં દર્દીઓ માટે કોઈ જગ્યા બાકી નથી. આવા કઠીન સમયમાં કોરોના વોરિયર્સ તેમના જીવનને દાવ પર લગાવીને દર્દીઓની સેવા કરી રહ્યા છે. એવા લાખો ડોક્ટર છે કે જેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે. પરંતુ ડોકટરો પણ મનુષ્ય છે. તેઓ પણ આવા વાતાવરણમાં દુઃખી થઇ રહ્યા છે.

આવી સ્થિતિમાં મુંબઇની ડરામણી પરિસ્થિતિ પર એક મહિલા ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ તમને પણ રડાવી દેશે. લોકોના જીવનને બચાવનારા આ ડોકટરો પણ માનસિક દબાણમાં છે અને લોકોને સાવચેતી રાખવા કહી રહ્યા છે.આ ડોક્ટર મુંબઈ ની રહેવાસી છે.

કદાચ કામના દબાણ અને અનેક દર્દીઓને મરતા જોઇને તે એટલી મજબુર થઇ કે તેણે પોતાની કારમાં જ એક વિડીયો બનાવ્યો હતો.વિડીયોમાં તે કોરોના ની ભયાનક સ્થિતિ વર્ણવી રહી છે અને લોકોને સાવચેત રહેવાનું કહે છે. તે ડર અને દુઃખથી એટલી ભાવનાશીલ બની ગઈ હતી કે તે રડી ગઈ હતી. જુઓ વિડીયો,

આ વિડીયો સોશિયલ મીડિયામાં હજારો લોકો શેર કરી ચુક્યા છે.લોકો તેને જોઇને ભાવુક થઈ રહ્યાં છે. ભયના વાતાવરણમાં ડોકટરો મસીહા બન્યા છે, તેઓને સલામ છે કે તેઓ આવા વાતાવરણમાં પણ લોકોની સંભાળ રાખે છે અને લોકોને સાવચેત રહેવા કહી રહ્યા છે.

Tags
Back to top button