healthIndiaInternationalUSA

અમેરિકા ભારતને કોરોના રસી બનાવવાનો કાચો માલ નહી આપે, કહ્યું કે તેના પર પહેલો અધિકાર અમેરિકાનો

ભારતની રસીકરણ અભિયાનને ધીમું કરવાની ધમકી આપતા કોરોના રસીના ઉત્પાદન માટેના મુખ્ય કાચા માલના નિકાસ પરના યુ.એસ. પ્રતિબંધોનો બચાવ કરતાં વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, બાયડેન ની પહેલી જવાબદારી યુએસ ની આવશ્યકતા ધ્યાનમાં રાખવાની છે.

જ્યારે બાયડેન વહીવટીતંત્રને રસી ના કાચા માલની નિકાસ પરના પ્રતિબંધને હટાવવાની ભારતની વિનંતીનો નિર્ણય ક્યારે લેશે તેવું પૂછવામાં આવતા, વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું: હાલમાં અમેરિકાના લોકોને રસી આપવાનું સફળ કામ ચાલી રહ્યું છે.આ અભિયાન સારી રીતે ચાલી રહ્યું છે, અને અમે કેટલાક કારણોસર આ કરી રહ્યા છીએ. પ્રથમ અમેરિકન લોકો પ્રત્યે અમારી વિશેષ જવાબદારી છે.

અમેરિકામાં સૌથી વધુ મોત નોંધાયા છે. દુનિયામાં સૌથી વધુ મોત પણ અમેરિકામાં થયા છે જેથી રસીકરણ જરૂરી છે.તેમણે જણાવ્યું હતું કે બાકીના દેશો માટે એટલું જ કરીશું જેટલું અમે કરી શકીએ.ભારતને હાલમાં કોરોનાવાયરસ ના કેસમાં ભયંકર ઉછાળા નો સામનો કરવો પડી રહ્યો છે.

બિડેન વહીવટીતંત્રે તાજેતરમાં સંદેશ આપ્યો હતો કે તે ભારતની દવાઓની જરૂરીયાતોને સમજે છે અને આ મામલે યોગ્ય રીતે વિચારણા કરવાનું વચન આપ્યું છે. જો કે હાલમાં અમેરિકામાં રસીકરણ અભિયાન ચાલતું હોવાથી તે મુશ્કેલ છે કે અન્ય દેશો ને કાચો માલ આપે.

Back to top button