BollywoodIndiaInternational

અનુરાગ કશ્યપની પુત્રીએ કહ્યું કે માનસિક હાલત એટલી ખરાબ હતી કે હોસ્પિટલમાં…

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ આ દિવસોમાં અમેરિકામાં અભ્યાસ કરે છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તે માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો સાથે કેવી રીતે સંઘર્ષ કરી રહી છે. આલિયાએ ખુલાસો કર્યો હતો કે તે કિશોરવયના વર્ષોમાં ડિપ્રેશન અને અસ્વસ્થતામાંથી સરળતાથી બહાર નીકળતી હતી, પરંતુ જ્યારથી કોરોના નો ચેપ લાગ્યો ત્યારબાદ તેની માનસિક હાલત બગડી હતી.

આલિયાએ જણાવ્યું હતું કે નવેમ્બરથી તેણીએ ખૂબ જ મુશ્કેલ સમય પસાર કર્યો હતો. તે દરમિયાન તે સતત રડતી હતી અને અનુભૂતિ કરતી હતી કે તેના જીવનનો કોઈ હેતુ નથી. આ જ વિશે વાત કરતાં તેણે કહ્યું કે તેની હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જુઓ વિડીયો,

તેના માતાપિતા પણ તેની સાથે થોડો સમય પસાર કરવા માટે યુ.એસ. ગયા હતા. આલિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેના માતા-પિતા જાન્યુઆરીની શરૂઆત સુધી યુ.એસ. માં તેની સાથે રહ્યા હતા અને ત્યાં સુધીમાં તે ફરીથી સ્વસ્થ થઈ રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે માર્ચના અંતમાં સ્થિતિ ફરી બગડવ લાગી.

Back to top button