BjpGujaratPolitics

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની વેબસાઈટ હેક, પાકિસ્તાન જિંદાબાદ અને પીએમ મોદીનો ફોટો મૂકી કહ્યું તમારા દેશની હાલત જુઓ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની વેબસાઈટ હેક કરવામાં આવી છે. કોરોના બેકાબુ થતા રેમડેસીવિર ઇન્જેક્શન ની અછત સર્જાઈ હતી ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ભારે ચર્ચામાં આવ્યા હતા. આજે તેમની વેબસાઈટ હેક કરીને પાકિસ્તાન જિંદાબાદ અને પીએમ મોદી નો રમુજી ફોટો મુકાયો છે.

વેબસાઈટ પર લખાયેલા લખાણ મુજબ હેક કરનાર મુહમ્મદ બીલાલ છે.વેબસાઈટ હેક કરીને લખાયું છે કે, મોદીજી તો બલોચિસ્તાન તને મળી ગયું? પોતાના દેશની હાલત જુઓ અને પોતાના કુતરાઓ ને સમજાવો કે લડવાથી કે દુશ્મની કરવાથી કોઈ ફાયદો નથી. પંગે લોગે તો ડંડા મિલેગા એવું પણ લખાયું છે. નીચે વિંગ કમાન્ડર અભિનંદન નો ફોટો પણ મુકવામાં આવ્યો છે.

Back to top button