Corona VirushealthIndiaNews

સ્થિતિ અતિગંભીર: સરકારે કહ્યું કે હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે, મહેમાનો ને ઘરે ન બોલાવો

ભારતમાં કોરોના ના કેસ નો આંકડો ચરમસીમાએ છે. દરરોજ લાખો કેસ નોંધાઈ રહ્યા છે અને હજારો લોકો મૃત્યુ પામે છે ત્યારે ગઈકાલે સોમવારે નીતિ આયોગે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે લોકોએ ઘરની અંદર પરિવાર સાથે રહીને પણ માસ્ક પહેરવા જોઈએ. આ ઉપરાંત મહેમાનોને ઘરે આમંત્રણ ન આપવું જોઈએ.નીતિ આયોગમાં આરોગ્ય મંત્રાલયના સભ્ય વી.કે.પૌલે કહ્યું કે ભય કે ડર ન ફેલાવો, તે પરિસ્થિતિમાં સુધારો કરવાને બદલે બગડે છે. સારી વાત એ છે કે હવે લોકોએ ઘરમાં પણ માસ્ક લગાવવાનું શરૂ કરી દીધું છે.

ડો.પોલે કહ્યું કે સંશોધન સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ શારીરિક અંતર ન રાખે તો તે 30 દિવસમાં 406 લોકોને ચેપ લગાવી શકે છે. જો કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ તેના શારીરિક સંપર્કમાં 50% ઘટાડો કરે છે, તો પછી મહિનામાં 15 લોકો અને 75% ઓછા લોકોને ચેપ લગાવી શકશે.

સરકારના જણાવ્યા અનુસાર દેશભરમાં રસીના 14 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. એક કરોડથી વધુ લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ જેવા 12 રાજ્યોએ તેમના 90% કરતા વધારે આરોગ્યકર્મીઓ ને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. ઓક્સિજનના અભાવ સાથે સંબંધિત એક સવાલ પર એવું કહેવામાં આવ્યું હતું કે સરકારે હોસ્પિટલોને ઓક્સિજનનો યોગ્ય અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું છે. આપણે ઓક્સિજનનું લિકેજ પણ બંધ કરવું પડશે.

મહિલાઓને લગતા એક મહત્વપૂર્ણ સવાલ પર સરકારે કહ્યું છે કે માસિક ધર્મ અથવા પીરિયડ્સ દરમિયાન પણ રસી લેવી સલામત છે.રસીનો પીરિયડ્સ સાથે કોઈ સંબંધ નથી.સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી આ બાબતે ચર્ચા ચાલી રહી છે, જેમાં અફવા ફેલાવવામાં આવી હતી કે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન રસી અપાવવી નુકસાનકારક છે. જો કે હવે આ અફવા સાબિત થઇ છે.

Back to top button