Corona VirusIndiaKarnatakaNews

કર્ણાટકમાં આવતીકાલથી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, સીએમ એ કરી જાહેરાત

કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ આવતીકાલથી એટલે કે મંગળવારની રાતથી 14 દિવસ માટે રાજ્યમાં ‘ક્લોઝ ડાઉન’ ની ઘોષણા કરી હતી. આવતીકાલે રાત્રે 9 વાગ્યે લોકડાઉન શરૂ થશે. લોકડાઉન દરમિયાન જરૂરી પ્રવૃત્તિઓને માત્ર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવશે. સીએમએ જણાવ્યું હતું કે 10 વાગ્યે દુકાનો બંધ રાખવી પડશે.

લોકડાઉન દરમિયાન ફક્ત બાંધકામ, ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રના લોકોને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જાહેર પરિવહન પણ બંધ રહેશે. આ દરમિયાન તેમણે એવી જાહેરાત પણ કરી કે 18 થી 45 વર્ષની વય જૂથના લોકોને સરકારી હોસ્પિટલોમાં કોવિડ-19 રસી નિ: શુલ્ક મળશે, આરોગ્ય વિભાગ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરશે.

કર્ણાટકમાં કોરોના ને કાબૂમાં લેવા માટે શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરિણામે રવિવારે બેંગ્લોર અને રાજ્યના અન્ય ભાગોમાં એકદમ શાંતિ નો માહોલ હતો. વ્યવસાયિક મથકો અને રેસ્ટોરાં બંધ રહ્યા હતા. વાહનો પણ રસ્તાઓ પર દેખાયા નહી. પ્રશાસન દ્વારા લોકોને સવારે 6 થી 10 દરમિયાન દૂધ, કરિયાણા, શાકભાજી જેવી આવશ્યક ચીજો ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય મોટાભાગે લોકો ઘરોમાં જ હતા.

Back to top button