Corona VirusIndiaNews

શું મહિલાઓને પિરિયડ્સ દરમિયાન રસી ન લેવી જોઈએ ? જાણો હકીકત,

1 મે થી,18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે.પરંતુ આ સમાચારોની સાથે સોશિયલ મીડિયા પર પણ હાલમાં ઘણા પ્રકારની અફવાઓ ફેલાઇ રહી છે.આવી જ સોશ્યલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાઓને 5 દિવસ પહેલા અને પિરીયડના 5 દિવસ પછી રસી ન અપાય.

પિરિયડ્સ દરમિયાન,સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.આવી સ્થિતિમાં,રસીકરણ હાનિકારક હોઈ શકે છે.તો ચાલો જાણીએ આ દાવાની સત્યતા.વાયરલ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે,યુવતીઓને પીરિયડ્સને ધ્યાનમાં રાખીને જ કોરોના રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જણાવી દઈએ કે કોરોના રસીથી સંબંધિત તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શિકા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.પરંતુ આ માર્ગદર્શિકામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેનાથી સંબંધિત કોઈ માહિતી નથી.વેબસાઇટ અનુસાર,અમેરિકન નિષ્ણાતો માને છે કે રસીકરણની અસર મહિલાઓના પિરિયડ્સ પર થતી નથી.

મહિલા પીરિયડ્સ દરમિયાન રસી આપી શકે છે.પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ પુષ્ટિ મળી છે કે વાયરલ થયેલી પોસ્ટ સંપૂર્ણ ખોટી છે.પીઆઈબીને લોકો જોડે અપીલ કરી છે કે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં.પીઆઈબીના જણાવ્યા અનુસાર,1 મે થી શરૂ થનારી રસીકરણ અભિયાનમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ નોંધણી કરાવી અને રસી લેવી જ જોઇએ.

Back to top button