Corona VirushealthIndiaNews

બીડી-સિગારેટ પીવાવાળા ને કોરોના નો ચેપ નથી લાગતો? જાણી લો હકીકત

દેશભરમાં કોરોના વાયરસના ચેપને કારણે સ્થિતિ ગંભીર છે. દરરોજ દેશમાં લાખો કેસ નોંધાઈ રહ્યા છે. આવશ્યક દવાઓ ની અછત છે,ઓક્સિજન માટે લોકો રાત દિવસ ભટકી રહ્યા છે. ઇન્જેકશનો ખૂટી પડ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં કોરોના અંગે અવનવા મેસેજ પણ લોકો ફેલાવી રહ્યા છે.

ડરના આ વાતાવરણમાં લોકોને અજાણતાં કેટલીક ખોટી માહિતી પણ મોકલવામાં આવી રહી છે. આવી જ એક ખોટી માહિતી આપવામાં આવી છે કે શાકાહારી ખોરાક ખાય તેને કોરોના ની આસર ઓછી થાય છે અને ધૂમ્રપાન બીડી-સિગારેટ પીવે તો કોરોના નું જોખમ ઓછુ થઈ જાય છે.

મેસેજમાં એવો દાવો કરાય છે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઔયોગિક સંશોધન ના એક સર્વેમાં બહાર આવ્યું છે કે જે લોકો શાકાહારી ખોરાક લે છે છે તેમને કોરોના વાયરસનો ખતરો ઓછો હોય છે તેમજ ધુમ્રપાન કરનાર લોકોને પણ જોખમ ઓછુ હોય છે. જો કે PIB ની ફેકત ચેક ટીમે આ અંગે ચેક કર્યું હતું અને આ માહિતી તદ્દન ખોટી સાબિત થઇ હતી.

પીઆઇબી ફેક્ટ ચેકે મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલ આ દાવા ને ખોટો સાબિત કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકએ અહેવાલ આપ્યો છે કે હાલમાં શાકાહારી આહાર અને ધૂમ્રપાન COVID-19 સામે રક્ષણ આપી શકે છે તેવા સેરોલોજીકલ અભ્યાસના આધારે કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યા નથી. પીઆઈબી ફેક્ટ ચેકે આવા મેસેજ ને ખોટા ગણાવ્યા છે.

Back to top button