Corona VirusIndiaMadhyapradeshNews

શ્વાસ લેવા માટે તડપતો રહ્યો દર્દી, કોરોના ટેસ્ટ થાય એ પહેલા જ ગેટ પર મોત થયું

કોરોના વાયરસથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે અને બિહારમાં પણ હાલત ખરાબ છે. આરોગ્ય તંત્ર એટલું બધુ તૂટી ગયું છે કે લોકો હોસ્પિટલના ગેટ પાસે પહોંચતાં જ મરી રહ્યા છે. આવું જ કંઈક સિવાનમાં થયું હતું જ્યાં રેડ ક્રોસ સોસાયટીના મુખ્ય દરવાજા પર કોરોના નો ટેસ્ટ કરાવવા આવેલા એક વ્યક્તિ નું મોત થઇ ગયું.

મળતી માહિતી મુજબ મૃતક જીરાદેઇનો રહેવાસી હતો અને બીમાર હતો તો ટેસ્ટ કરાવવા ત્યાં પહોંચ્યો હતો.તેનો ટેસ્ટ થાય તે પહેલા જ તેનું મોત થઇ ગયું હતું. દર્દીને ત્યાં શ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી થતી હતી.મૃતકનો ભાઈ તેને વધુ સારી સારવાર માટે સીવાન લાવ્યો હતો જ્યાં ખાનગી ડોકટરોએ તેને ભરતી કરવાની ના પાડી હતી.

આ પછી મૃતકનો ભાઈ તેને સીવાન સદર હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોકટરોએ કોરોના ટેસ્ટ કરાવીને જ તેને દાખલ કરવાની વાત કરી હતી. આ દરમિયાન દર્દીની બેચેની વધી ગઈ પણ કોઈએ તેને મદદ કરી નહીં. દર્દીના ભાઈએ ડોકટરોની આગળ હાથ જોડીને ઓક્સિજન આપવાની વિનંતી કરી, પરંતુ ડોકટરોએ વાત ન માની અને પહેલા કોરોનાની ટેસ્ટ કરાવવાની જીદ કરી. જ્યાં સુધી દર્દીનો નંબર આવ્યો અને તેની તપાસ કરવામાં આવે ત્યાં સુધીમાં ગેટ પર જ તેનું મોત થઇ ગયું.

મૃતક દર્દીના ભાઈએ કહ્યું કે તેની પાસે પહેલાથી જ ભાઈનો કોરોના નેગેટીવ રીપોર્ટ છે પરંતુ ડોકટરો તેને સ્વીકારવા તૈયાર નહોતા. પરિણામ એ આવ્યું કે દર્દી થોડા કલાકોની રાહ જોતા ગેટ પર જ મૃત્યુ પામ્યો.

Back to top button