Corona VirusGujaratNews

ઉચ્ચ મધ્યમ વર્ગ ના 70% લોકોમાં કોરોના સંક્રમણ, ઝુંપડીઓમાં રહેનાર ગરીબ લોકોમાં માત્ર 4% ને જ કોરોના

શ્રીમંત કરતા ગરીબ લોકોમાં કોરોના ની ઓછી અસર જોવા મળી રહી છે. ઉચ્ચ મધ્યમ વર્ગના 70% લોકો કોરોનાથી પીડિત છે. નીચલા મધ્યમ વર્ગના 25.74% લોકો પર તેની અસર પડે છે. તેનાથી વિપરીત ઝુંપડીઓમાં રહેતા ફક્ત 4.26 ટકા ગરીબ લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનથી આ વાત નો ખુલાસો થયો છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે કોરોના લોકોની જીવનશૈલી અનુસાર શરીરને નુકસાન પહોંચાડે છે.

જુદી જુદી ઉંમરના લોકો પર વાયરસની અસર જુદી જુદી હોય છે. આ સિવાય મહિલાઓ અને પુરુષો પર પણ ચેપની અસર બદલાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસાના માર્ગદર્શન હેઠળ પીએચડીની વિદ્યાર્થી નિમિષા પાદરીયા દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે. 720 કોરોના દર્દીઓ પર આ રીસર્ચ થયું છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર ખુબ જ જરૂરી છે, પરંતુ લોકો વધારે માત્રામાં ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે પૌષ્ટિક આહાર લેવાથી કોરોના દર્દીની રીકવરી જલ્દી થાય છે. આ માટે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, લીલા શાકભાજી અને ફળો પૂરતા પ્રમાણમાં ખાવા જોઈએ.

સોમવારે ગુજરાતમાં 14,340 નવા કોરોના ના કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા વધીને 5 લાખ 10 હજાર 373 થઈ ગઈ છે. રાજ્યમાં માત્ર 8 દિવસમાં એક લાખ દર્દીઓનો વધારો થયો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 6468 પર પહોંચી ગયો છે.હાલમાં 412 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

Back to top button