Corona VirusInternationalNewsUSA

અમેરિકામાં જે લોકોએ કોરોના ની રસી લીધી છે તેઓ માસ્ક વગર બહાર ફરી શકશે

યુ.એસ. માં રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (સીડીસી) એ મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીડીસીએ જણાવ્યું છે કે જે લોકોએ રસીનો સંપૂર્ણ ડોઝ લીધો છે તે માસ્ક વિના ઘરની બહાર નીકળી શકશે. જો કે,આ લોકો ફક્ત નાના જૂથ માં જ મળી શકશે, ભીડ એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ અગાઉ ઇઝરાઇલે પણ આવું જ પગલું ભર્યું હતું. ત્યાં પણ કેટલાક નિયમો સાથે માસ્ક વિના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. ઇઝરાઇલની લગભગ 60% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

યુએસ અખબાર ‘ધ હિલ’ ના અહેવાલ મુજબ સીડીસીના ડિરેક્ટર રોશેલ વેલાનેસ્કીએ વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. તેમણે કહ્યું- અમે ઇચ્છીએ છીએ કે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, તેઓ હવે પોતાને આરામદાયક સ્થિતિમાં અનુભવે છે. આવા લોકોને જૂથમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જેમાંથી કેટલાક લોકોને રસી આપવામાં આવી છે.

જે લોકોને રસી આપવામાં આવી છે તે રેસ્ટોરાંમાં ગ્રુપમાં પણ ભોજન લઇ શકે છે. આ સમય દરમિયાન માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં. સીડીસીએ કહ્યું કે રાહત આપવાનો હેતુ એ છે કે હવે જે લોકોને રસી આપવામાં આવી છે તે કામ પણ કરી શકે છે જે તેઓ રોગચાળા દરમિયાન કરી શક્યા ન હતા. રાહત આપવામાં આવી રહી છે કારણ કે હવે તેમને વધુ જોખમ નથી.

રિપોર્ટ અનુસાર આ તેમને જ લાગુ પડશે જેમણે રસીનો બીજો ડોઝ લીધો હોય તેના 2 અઠવાડિયા થયા હોય. ફાઈઝર-બાયોનોટેક ઉપરાંત મોડર્ના રસીના બે ડોઝ છે, જ્યારે જોહ્ન્સન એન્ડ જહોનસન રસીમાં માત્ર એક ડોઝ જ છે.

Back to top button