AhmedabadCorona VirusGujaratMadhya GujaratNewsNorth GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં નિયમો તો કડક થયા, શું લોકડાઉન આવશે?

ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસો વચ્ચે 5 મે સુધી 9 વધુ શહેરોમાં નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. હવે કુલ 29 શહેરોમાં સવારે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાશે. અગાઉ માત્ર 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ હતું. રાજ્યના આ તમામ 29 શહેરોમાં રેસ્ટોરંટ બંધ રહેશે અને ટેક આવે ચાલુ રહેશે. આ શહેરોમાં જીમ, ક્લબ, સિનેમા હોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, સલૂન સ્પા પણ બંધ રહેશે.

અત્યાર સુધીમાં ગુજરાતના 20 શહેરો, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, ગોધરા, દાહોદ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પાલનપુર અને નવસારી માં નાઈટ કર્ફ્યું હતું. જો કે હવે નવા આદેશ બાદ મોરબી, ભુજ, ગાંધીધામ, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાપુર અને વેરાવળ-સોમનાથમાં પણ નાઇટ કર્ફ્યુ લગાવાયો છે.

વડોદરા ભાજપના બે ધારાસભ્યોએ લોકડાઉન કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય કેતન ઇનામદાર અને શૈલેષ મહેતાની વડોદરામાં બેઠક મળી જેમાં ગ્રામીણ વિસ્તારોની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનના સપ્લાય સહિતના અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ઇનામદારે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેમણે મુખ્ય પ્રધાનને લોકડાઉન લાદવાની અપીલ કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે હાલમાં રાજ્યમાં લોકડાઉન લાદવાની જરૂર નથી. જોકે રૂપાણીએ લોકડાઉન નો ઈશારો કર્યો. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો અમે લોકડાઉન કરવાનું વિચારીશું. રાજ્યના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ છે. તેમણે કહ્યું કે અમે વાયરસના ફેલાવાને રોકવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે મોટા શહેરોમાં શાળાઓ, કોલેજો, મોલ્સ, થિયેટરો અને બસ સેવાઓ બંધ કરી દીધી છે. હું લોકોને અપીલ કરીશ કે પરિસ્થિતિ સુધરે નહી ત્યાં સુધી પોતાનું ઘર ન છોડો.

Back to top button