Corona VirusIndiaNewsPolitics

રાહુલ ગાંધીએ PM મોદીને કહ્યું કે સરકાર સમજી જાય “આ લડાઈ કોરોના સામેની છે,કોંગ્રેસ સામે નહીં,”

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ કોરોનાને કારણે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે અને સરકારે સમજી લેવું જોઈએ કે આ લડત કોંગ્રેસ અથવા વિરોધી પક્ષો સાથે નહીં પરંતુ કોરોના સામે છે.ગાંધીએ મંગળવારે ટ્વીટ કર્યું,મોદી સરકારે સમજી લેવું જોઈએ કે સંઘર્ષ કોવિડ સામેનો છે,કોંગ્રેસ અને વિપક્ષના રાજકીય પક્ષો સાથે નથી.

આ સાથે તેમણે એક અખબારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક ઇન્ટરવ્યૂ પણ પોસ્ટ કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે,”હું મદદ કરવા તૈયાર છું, કોવિડ સામે લડવા માટે આપણને રાજકીય સહમતિની જરૂર છે”.કોવિડ-19 તમારી અને અમારી લડાઈ નહીં પણ આપણી અને કોરોનાની લડત છે.

Back to top button